આ છે દુનિયાનો અનોખો કૂતરો ,જે સમુદ્રના મોજા ઉપર માણસોની જેમ સર્ફિંગ કરે છે
સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.વિડીયો ઘણા એવા હોય છે જે તમને ડરાવી દેતા હોય તો ઘણાએવાપણ વિડીયો હોય છે જે તમારા હૃદયને સ્પર્શી જતા હોય છે .આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વિડીયો વધુ વાયરલ થતા જોવા મળી રહ્યાં છે .તમે કોઈ સ્પોર્ટ્સ પર્સનને દરિયાના મોજા પર સર્ફિંગ કરતા જોયા જ હશે. લોકો ઊંચા મોજા પર સર્ફ કરે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
Advertisement
સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.વિડીયો ઘણા એવા હોય છે જે તમને ડરાવી દેતા હોય તો ઘણાએવાપણ વિડીયો હોય છે જે તમારા હૃદયને સ્પર્શી જતા હોય છે .આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વિડીયો વધુ વાયરલ થતા જોવા મળી રહ્યાં છે .
તમે કોઈ સ્પોર્ટ્સ પર્સનને દરિયાના મોજા પર સર્ફિંગ કરતા જોયા જ હશે. લોકો ઊંચા મોજા પર સર્ફ કરે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.કિનારા પર આવતાં ઊંચાં મોજાં એકદમ ભયાનક લાગે છે.એવું જોઈને લોકો પણ દંગ રહી જતા હોય છે. શું તમે ક્યારેય કોઈ પ્રાણીને આ મોજા પર સર્ફિંગ કરતા જોયા છે? જો ના જોયા હોય તો ચાલો તમને એક વિડીયો બતાવીએ જેમાં એક લેબ્રાડો રીટ્રીવર સર્ફિંગ કરતો જોવા મળશે.
જ્યારે સમુદ્ર સર્ફિંગની વાત આવે છે, ત્યારે કેટલીકવાર શ્રેષ્ઠ લોકોના પગ પણ ઠંડા પડી જતા હોય છે. આ માણસે કૂતરાને માત્ર ઊંડા પાણીમાં તરવા માટે જ નહીં પણ સર્ફિંગ માટે પણ તૈયાર કર્યો. કૂતરો સર્ફિંગની મજા લેતો જોવા મળ્યો હતો. આવો વિડીયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો દરિયામાં પેડલબોર્ડ પર સર્ફિંગ કરતો બતાવવામાં આવ્યો છે.
રોઝી ડ્રોટ્ટર, એક પારિવારિક કૂતરો, તેના માલિક પાસેથી સલાહ લઈને જાતે જ સમુદ્રમાં સર્ફિંગ કરવાનું શરૂ કરે છે. તે તોફાની મોજાઓમાંથી પસાર થાય છે. તેમજ કોઈ પણ ટ્રેનરની મદદ વિના સર્ફિંગ કરતો જોવા મળી રહ્યો છે.ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @rippinrosiedog પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 35 હજારથી વધુ ફોલોઅર્સ છે અને આ વિડીયો 18 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Advertisement


