Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પથારી પકડી લેવાની ઉંમરે આ વ્યક્તિએ ઇતિહાસ રચ્યો,લાખ્ખો લોકોને પુરી પાડી પ્રેરણા

સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં કર્યુ ટોપર કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. આ કહેવત કર્ણાટકના નારાયણ એસ.ભટે સાચી સાબિત કરી છે. 70 વર્ષીય નારાયણની ભાવનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. નિવૃત્તિ પછી નારાયણ ભટે કર્ણાટક સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પરીક્ષા 94.88 ટકા સાથે ન માત્ર પાસ કરી પરંતુ ટોપર પણ બન્યા.તેમની આ પહેલ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.2008માં બલ્લારપુર  ઇન્ડસ્ટ્રીઝમાંàª
પથારી પકડી લેવાની ઉંમરે આ વ્યક્તિએ ઇતિહાસ રચ્યો લાખ્ખો લોકોને પુરી પાડી પ્રેરણા
Advertisement

સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં કર્યુ ટોપર 
કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. આ કહેવત કર્ણાટકના નારાયણ એસ.ભટે સાચી સાબિત કરી છે. 70 વર્ષીય નારાયણની ભાવનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. નિવૃત્તિ પછી નારાયણ ભટે કર્ણાટક સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પરીક્ષા 94.88 ટકા સાથે ન માત્ર પાસ કરી પરંતુ ટોપર પણ બન્યા.તેમની આ પહેલ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.
2008માં બલ્લારપુર  ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત થયા 
નારાયણ ભટ્ટનો જન્મ 1953માં થયો હતો. વર્ષ 1973માં કારવારની સરકારી પોલિટેકનિક કોલેજમાં એડમિશન લીધું. તે વર્ષે તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીજો ક્રમ મેળવ્યો હતો. 2008માં તેઓ બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત્ત થયા, જે હવે સોલારિસ કેમટેક લિમિટેડ તરીકે ઓળખાય છે. નિવૃત્ત થયા બાદ પણ તેમનામાં અભ્યાસ પ્રત્યેની રૂચિ ઓછી થઇ ન હતી.. હાલ તેઓ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.
દેશના અનેક રાજ્યોમાં કરી ચૂક્યા છે નોકરી 
નારાયણ એસ ભટને ઘણી કંપનીઓમાં કામ કરવાનો અનુભવ છે. તેમણે દેશના અનેક રાજ્યોમાં નોકરી કરી છે. 2008માં નિવૃત્ત થયા બાદ પણ તેમણે સિરસીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. નારાયણ એસ ભટને ગુજરાતની ભૂકંપની દુર્ઘટના વખતે પણ કામ કરવાનો અનુભવ છે.
નારાયણ એસ ભટને બે દીકરીઓ છે, એક આયર્લેન્ડમાં અને બીજી અમેરિકામાં. સૌથી સારી વાત એ છે કે તેમની બંને દીકરીઓ એન્જિનિયર છે. મીડિયા સાથે વાત કરતા નારાયણ એસ ભટ કહે છે કે 67 વર્ષની ઉંમરે કોલેજ જવાના તેમના નિર્ણયનું તેમના સમગ્ર પરિવારે સ્વાગત કર્યું હતું અને બધાએ તેમને આમાં સાથ આપ્યો હતો.
Tags :
Advertisement

.

×