Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર 6 ભેંસો છતા 1 હજાર લિટર દૂધ અમુલમાં ભરાવવાના મામલામાં ખુલ્યું આ રહસ્ય, 3ની ધરપકડ

અમૂલમાં સભાસદોએ પોતાના જ ફાર્મનુ દૂધ ભરવું તેવો નિયમ છે ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં તબેલા પર ગતરોજ અમૂલ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાવામા આવ્યું હતું. રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરનાર 4 સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. આ 4 પૈકી 3ની ધરપકડ કરાઈ છે. અમૂલમા સભાસદોએ પોતાના જ ફાર્મનુ દૂધ ભરવું તેવો નિયમ હોવા છતાં બહારથી લાવેલું દૂધ અમુલમાં ભરાવી લાભો મેળવતાં અમૂલે કાર્યવાહી કરી કરી
માત્ર 6 ભેંસો છતા 1 હજાર લિટર દૂધ અમુલમાં ભરાવવાના મામલામાં ખુલ્યું આ રહસ્ય  3ની ધરપકડ
Advertisement
અમૂલમાં સભાસદોએ પોતાના જ ફાર્મનુ દૂધ ભરવું તેવો નિયમ છે 
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં તબેલા પર ગતરોજ અમૂલ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાવામા આવ્યું હતું. રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરનાર 4 સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. આ 4 પૈકી 3ની ધરપકડ કરાઈ છે. અમૂલમા સભાસદોએ પોતાના જ ફાર્મનુ દૂધ ભરવું તેવો નિયમ હોવા છતાં બહારથી લાવેલું દૂધ અમુલમાં ભરાવી લાભો મેળવતાં અમૂલે કાર્યવાહી કરી કરી છે. સ્થળ પરથી 1 હજાર લીટર દૂધના જથ્થાના સેમ્પલો લેવાયા હતા અને આ ભેળસેળયુક્ત દૂધ છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. હાલ આ સેમ્પલોને પરિક્ષણ અર્થે લઈ જવામાં આવ્યા છે અને સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવાઈ છે.
બહારના જિલ્લાઓમાંથી દૂધનો જથ્થો લાવી અમૂલમા ભરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ એ ગતરોજ ચોક્કસ બાતમીના આધારે મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામની સીમમાં તબેલો ચલાવનાર અને બી.એમ.સી. રજીસ્ટર કરાવી વેપલો કરતાં રાજુભાઇ લાલજીભાઈ દેસાઈ (રહે.ગોપાલક સોસાયટી, કપડવંજ રોડ, ડાકોર)ના ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી 15-20 પશુઓ મળી આવ્યા હતા. અને આમાંથી માત્ર 6 ભેંસો જ દૂધ આપતી હોવાનું હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું. 1 ભેંસ દિવસ દરમિયાન 10 લિટરની આસપાસ દૂધ આપે છે તેમ કહ્યું હતું. તો સ્થળ પર હાજર 1 હજાર લીટર દૂધનો જથ્થો કેવી રીતે મેળવ્યો તે દિશામાં અમૂલના કર્મચારીઓએ પુછપરછ કરતાં અન્ય બહારના જિલ્લાઓમાંથી દૂધનો જથ્થો લાવી અમૂલમા ભરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
4 સામે પોલીસ કાર્યવાહી
અમૂલ ડેરીનો નિયમ છે કે, સભાસદો પોતાના જ ફાર્મનું ભરાવી શકે બહારથી લાવી ભરી શકે નહી. જેના કારણે અમૂલને ગેરમાર્ગે દોરનાર તેમજ બીએમસી સેન્ટર મેળવી ટેન્ક મેળવી ખોટી રીતે લાભો મેળવતો હોવાનું અમૂલના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. તો બીજી તરફ સ્થળ પરથી મળી આવેલા 1 હજાર લીટર દૂધના જથ્થાના સેમ્પલો મેળવવામા આવ્યા છે અને આ દૂધ ભેળસેળયુક્ત છે કે નહી તેની તપાસ કરવામાં આવી છે. આ બનાવમાં સ્થળ પરથી હાજર મળી આવેલા કાળુભાઇ નાગજીભાઈ રબારી (રહે.અમદાવાદ), સનીભાઈ કાળુભાઇ રબારી (રહે.અમદાવાદ) અને રાજાભાઈ માલાભાઈ રબારી (રહે. સુઈગામ, જિ.બનાસકાઠા)ને ઝડપી લેવાયા છે. જ્યારે બીએમસી સેન્ટર ખોલનાર રાજુભાઇ દેસાઈ પોલીસ પક્કડથી દુર છે. સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×