ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બર્ડ હિટની ઘટનાઓ પર અંકુશ મેળવવા અમદાવાદ એરપોર્ટ પર અપનાવવામાં આવી આ ખાસ ટેક્નોલોજી

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી છે. FLT છે પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજીઆ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે.એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ દૂર કરવા મ
08:29 AM Dec 31, 2022 IST | Vipul Pandya
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી છે. FLT છે પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજીઆ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે.એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ દૂર કરવા મ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી છે. 

FLT છે પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી
આ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે.એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ દૂર કરવા માટે FLT પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી છે. સૌર ઉર્જાથી ચાલતી ફેરોઝ લાઇટ ટ્રેપમાં પક્ષીઓની હિલચાલ અટકાવવા ખાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવી અનેકવિધ પહેલો અને પ્રયાસોને કારણે 2022માં બર્ડહીટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

FLTની જાળમાં જંતુઓ ફસાઇ જાય છે 
FLTની જાળમાં ક્રિકેટ્સ(crickets), પેન્ટાટોમિડ બગ્સ(pentatomid bugs),મોથ્સ(moths),સિર્ફિડ ફ્લાય્સ(syrphid flies) અને ઇયરવિગ્સ (earwigs) જેવા જંતુઓ ફસાઈ જાય છે, જેથી તેમના પર નભતા પક્ષીઓને ખોરાક મળતો અટકે છે. આ સિસ્ટમ મુખ્યત્વે રોઝી સ્ટાર્લિંગ્સ, માયનાસ, સ્વેલો અને સ્વિફ્ટ્સ જેવા પક્ષીઓની હિલચાલને અટકાવે છે. SVPIA ખાતે આ મુખ્યત્વે મોટા ફ્લોકિંગ પક્ષીઓ જોવા મળે છે.

FLT તિત્તીધોડાઓને પકડવામાં પણ મદદરૂપ 
વિવિધ જંતુઓ ઉપરાંત FLT તિત્તીધોડાઓને પકડવામાં પણ મદદરૂપ છે. ખાસ ડિઝાઇન કરાયેલ FLT તેના રંગ અને પ્રકાશને કારણે જંતુઓ અને તિત્તીધોડાઓને આકર્ષે છે. આ જંતુઓ અને ખડમાકડીઓ એરપોર્ટની આસપાસ જોવા મળતા પક્ષીઓનો મુખ્ય આહાર હોય છે.

FLT એક રાત્રિમાં આશરે 100 કિલો જંતુઓ પકડી શકે છે
દરરોજ રાત્રે FLT ની કામગીરી પક્ષીઓ માટે જંતુઓના ખોરાકનો અભાવ સર્જે છે. FLT એક રાત્રિમાં આશરે 100 કિલો જંતુઓ પકડી શકે છે. વળી તેનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો પ્રયોગ પણ ઘટે છે. આ નવી સિસ્ટમના ઉપયોગથી પક્ષીઓની હિલચાલ ઓછી કરવામાં ભારે મદદ મળી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બે વર્ષ બાદ ફરીએકવાર યોજાયો ફ્લાવર શો, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ahmedabadairportairportBirdHitGujaratFirstincidentsTechnology
Next Article