ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બર્નિંગ બસનો આ Video તમારા રુંવાટા ઉભા કરી દેશે, જુઓ

ધ બર્નિંગ બસનો વીડિયો થયો વાયરલ એસ.ટી. બસમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો ગઈ કાલે બની હતી ઘટના શહેરા તાલુકાના વલ્લભપુર ગામ તરફ જતી એસ.ટી. બસ માં અચાનક લાગી હતી આગ વલ્લભપુર ગોધરા બસમાં લાગી આગ બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ કોઈ જાન હાની નહીંએસ.ટી. બસમાં ફાયર સેફટીના સાધનો નામ માત્ર ના જ શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આગનું કારણ જાણવા એફએસએલ અને નિà
09:36 AM Dec 02, 2022 IST | Vipul Pandya
ધ બર્નિંગ બસનો વીડિયો થયો વાયરલ એસ.ટી. બસમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો ગઈ કાલે બની હતી ઘટના શહેરા તાલુકાના વલ્લભપુર ગામ તરફ જતી એસ.ટી. બસ માં અચાનક લાગી હતી આગ વલ્લભપુર ગોધરા બસમાં લાગી આગ બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ કોઈ જાન હાની નહીંએસ.ટી. બસમાં ફાયર સેફટીના સાધનો નામ માત્ર ના જ શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આગનું કારણ જાણવા એફએસએલ અને નિà
  • ધ બર્નિંગ બસનો વીડિયો થયો વાયરલ 
  • એસ.ટી. બસમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો 
  • ગઈ કાલે બની હતી ઘટના 
  • શહેરા તાલુકાના વલ્લભપુર ગામ તરફ જતી એસ.ટી. બસ માં અચાનક લાગી હતી આગ 
  • વલ્લભપુર ગોધરા બસમાં લાગી આગ 
  • બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ કોઈ જાન હાની નહીં
  • એસ.ટી. બસમાં ફાયર સેફટીના સાધનો નામ માત્ર ના જ 
  • શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ 
  • આગનું કારણ જાણવા એફએસએલ અને નિષ્ણાતોની ટીમની મદદ લેવાઈ 
  • ઘટનાને લઈને ગોધરા એસ.ટી. વિભાગના હેડ મિકેનિક અને ઇલેક્ટ્રિશિયનને સસ્પેન્ડ કરાયા
શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસ.ટી. બસમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફડાતફરી મચી ગઇ હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હોતી. 
ગોધરા એસ.ટી. ડેપોની એક એસ.ટી. બસ નંબર GJ-18-Z-2776 ની સવારના સમયે ગોધરાથી વલ્લભપુર તરફ જઈ રહી હતી. એ દરમિયાન શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે બસમાં એકાએક આગ ફાટી નીકળી હતી. બસના અંદરના ભાગેથી ધુમાડા નીકળવાની શરૂઆત થતા બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને માર્ગ ઉપર થોભાવી દઈ ડ્રાઇવર કંડકટર સહિત કેટલાક મુસાફરોને એસટી બસમાંથી તુરંત જ ઉતારી દીધા હતા. બીજી તરફ આગે થોડીક ક્ષણોમાં વિકરાળ બનતા સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી, અને ભડભડ સળગી ઊઠી હતી. ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં પ્રસરતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, વિકરાળ આગના કારણે સમગ્ર એસ.ટી. બસ હાડપીંજરમાં ફેરવાઈ ગઈ હતી. 
સદનસીબે આ ઘટનામાં મુસાફરો તથા ચાલક અને કંડક્ટરની સમય સૂચકતા વાપરી બસમાંથી નીચે ઉતરી જતા કોઈ ઈજા કે જાનહાની થવા પામી ન હતી. ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ગોધરાથી વલ્લભપુર તરફ જઈ રહેલ એસ.ટી. બસમાં આગ લાગી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, પરંતુ ચોક્ક્સથી આ આગ કયા કારણોસર લાગી છે, તે જાણી શકાયું નથી અને આ આગના કારણો શોધવા માટે એસ.ટી. વિભાગ દ્વારા એફએસએલ અને નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે અને આ ટીમો આગ લાગવાના કારણો શોધવામાં લાગી ગઈ છે. પરંતુ બીજી તરફ એસટી વિભાગ દ્વારા મેન્ટેનન્સ હેડ અને ઇલેક્ટ્રિશિયનને બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા માં આવ્યા છે.
ત્યારે હવે તપાસ બાદ જ ખબર પડશે કે, આગ કયા કારણોસર લાગી હતી, પ્રાથમિક દ્રષ્ટિએ બસમાં આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અંદાજ વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ કેટલીક ખખડધજ બસો ગામડાઓમા ફરે છે, જેમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરે છે. 
આ પણ વાંચો - પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ, ઓપરેશન થયું તો પેટમાંથી નીકળ્યા 187 સિક્કા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BurningBusbusfireGoosebumpsGujaratFirstViralVideo
Next Article