આ મહિલા હવે રાજકોટમાં રિવોલ્વર સહિતના શસ્ત્રો બનાવશે, જાણો કોણ છે આ મહિલા
ભારત (India)માં સહુ પ્રથમ પ્રીતિ પટેલ નામની મહિલાની કંપનીને આર્મ્સ (Arms) અને ડિફેન્સ સેક્ટર (Defense Sector) માટે પિસ્તોલ (Pistol)અને આસોલ્ટ રાયફલ (Assault Rifle) સહિતના વેપન (Weapon) બનાવવાનું લાયસન્સ મળ્યું છે. મુળ રાજકોટના પણ હાલ મુંબઇ રહેતા પ્રીતિ પટેલ રાજકોટના સાતડા ગામે હથિયારોનું ઉત્પાદન કરશે. પ્રીતિ પટેલ પિસ્તોલ અને રિવોલ્વર અને અસોલ્ટ રાઇફલ સહિતના શસ્ત્રોનું ઘર આંગણે જ ઉત્પાદન કરશે. નાનપણથી જ ટેકનોલà
Advertisement
ભારત (India)માં સહુ પ્રથમ પ્રીતિ પટેલ નામની મહિલાની કંપનીને આર્મ્સ (Arms) અને ડિફેન્સ સેક્ટર (Defense Sector) માટે પિસ્તોલ (Pistol)અને આસોલ્ટ રાયફલ (Assault Rifle) સહિતના વેપન (Weapon) બનાવવાનું લાયસન્સ મળ્યું છે. મુળ રાજકોટના પણ હાલ મુંબઇ રહેતા પ્રીતિ પટેલ રાજકોટના સાતડા ગામે હથિયારોનું ઉત્પાદન કરશે. પ્રીતિ પટેલ પિસ્તોલ અને રિવોલ્વર અને અસોલ્ટ રાઇફલ સહિતના શસ્ત્રોનું ઘર આંગણે જ ઉત્પાદન કરશે.
નાનપણથી જ ટેકનોલોજીમાં રસ
મૂળ તો પ્રીતિ પટેલ નાનપણથી જ ટેકનોલોજીમાં રસ ધરાવે છે. તેઓ સાહસિક પણ છે. ભારત ભૂતાન અને નેપાળ સહિતના દેશોમાં ટનલ બનાવવા પિતાની કંપનીમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું. એન્જીનીયર બન્યા બાદ પણ કંઈક નવું કરવું હતું આથી આર્મ્સ ક્ષેત્રમાં ઝુકાવ્યું અને દેશના સંરક્ષણમાં મહિલાઓ પણ યોગદાન આપી શકે તે પુરવાર કરવું હતું, જેથી તેમણે રેસ્પિયન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી.
રાજકોટમાં શસ્ત્રોનું ઉત્પાદન
રાજકોટના સાતડા ગામમાં તેમની હથિયારોની ફેક્ટરીમાં રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ અને એન્ટી એરક્રાફ્ટ ગન સહિતના શસ્ત્રોનું ઉત્પાદન થશે. અહીં જુદા જુદા શસ્ત્રોનું ઉત્પાદન અને એસેમ્બલીંગ થશે. 2019માં વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે કરાર કર્યા બાદ રાજકોટમાં હથિયાર ફેક્ટરી શરુ કરવા તેમને મંજૂરી મળી હતી.
ડિફેન્સ એક્સપોમાં શસ્ત્રો રજૂ કરશે
રાજકોટની આ કંપનીમાં મોટે ભાગે મહિલાઓ કામ કરશે . જો કે ઍક નિવૃત આર્મી ઓફિસર પણ તેમની સાથે છે. તેઓ શાળાના વિદ્યાર્થીઓને પણ ડિફેન્સમાં જવા પ્રોત્સાહન આપે છે.
હાલમાં યોજાયેલા સ્વદેશી મેળામાં વડાપ્રધાન મોદીએ તેમના આર્મ્સ સ્ટોલની મુલાકાત લઇ બિરદાવ્યા હતા. આ ઉપરાંત ઓક્ટોબર ૧૮ થઇ ૨૩ સુધી ગાંધીનગરમાં યોજનારા ડિફેન્સ એક્સપોમાં પ્રીતિની કંપનીનો સ્ટોલ હશે આ એક્સપોમાં ૯ એમએમ પિસ્તોલ અને એસોલ્ટ રાયફલ પ્રદર્શનમાં મુકવામાં આવશે પ્રીતિ પટેલનું કહેવું છે કે આ તમામ શસ્ત્રો આપણા દેશની આબોહવા અને વાતાવરણને ધ્યાનમાં રાખી બનાવાયા છે. શસ્ત્રો સંપૂર્ણ સ્વાદેશી છે પરંતુ કોઈ પણ વિદેશી કંપનીને સ્પર્ધા આપી શકે તેવા બનાવાયા છે.
મહિલાઓએ કોર સેક્ટરમાં આવવું જોઇએ
ગુજરાત ફર્સ્ટ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે મને નાનપણથી ટેકનોલોજીમાં રસ છે અને કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં 25 વર્ષ સુધી ઘણા દેશોમાં કામ કર્યું છે. તેમણે કહ્યું કે બધી મહિલાઓ કોર સેક્ટરમાં જોડાવી જોઇએ. મહિલાઓ સપોર્ટીંગ રોલમાં તો હોય જ છે પણ હલે કોર સેક્ટરમાં પણ તેમણે આવવું જોઇએ. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનમાં ખાસ ડિફેન્સ ક્ષેત્રને પુશ કરાયું છે અને વેપન સિસ્ટમ બનવાવાના છે.
પ્રીતિ પટેલે કહ્યું કે મહિલાઓ બારીકાઇથી કામ કરે છે અને વેપન સેક્ટરમાં તે મહત્વનું છે અને મહિલાઓ તે સરળતાથી કરી શકે છે. સુરક્ષાનો મુદ્દો મહિલાઓને મહત્વનો છે અને ડિફેન્સમાં જોડાવાથી પર્સનલ રિસ્પોન્સબિલીટી બને છે.
ગુજરાતનું યુવા ધન સેનામાં જોડાય તેવા પ્રયાસ
તેમણે કહ્યું કે રાજકોટમાં સાતડા ગામની અમારી ફેક્ટરીમાં મહિલાઓને હાલ ટ્રેનીંગમાં આપીએ છી પણ ભારતમાં પહેલીવાર આ પ્રકારનું ઉપ્પાદન થઇ રહ્યું છે. અમને વેપન સિસ્ટમનું લાયસન્સ મળ્યું છે અને રિવોલ્વર, પિસ્તોલ, એસોલ્ટ રાઇફલ, એન્ટી એરક્રાફ્ટ ગન બનાવીશું. અમે પોતે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીએ છીએ અને ડિફેન્સ એક્સપોમાં પણ રજુ કરીશું. તેમણે કહ્યું કે અમે હાલ ટ્રાયલ પ્રોડક્શન શરુ કર્યું છે અને ગુજરાતનું યુવા ધન સેનામાં જોડાય તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે.


