આ યુવાને રાષ્ટ્રધ્વજ વડે પોતાના સ્કૂટરને સાફ કરી દેશના રાષ્ટ્રધ્વજને અપમાનિત કર્યો, જુઓ Video
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે . ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી . ત્યારે 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ દેશભરમાં લોકોએ પોતાના ઘરોમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. અને લોકો એ ઘર પર તિરંગો લહેરાવીને ગર્વ ની લાગણી અનુભવી હતી. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિનો તિરંગાનું અપમાન કરતોÂ
12:01 PM Sep 10, 2022 IST
|
Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે . ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી . ત્યારે 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ દેશભરમાં લોકોએ પોતાના ઘરોમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. અને લોકો એ ઘર પર તિરંગો લહેરાવીને ગર્વ ની લાગણી અનુભવી હતી. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિનો તિરંગાનું અપમાન કરતો વિડીયો પણ સામે આવ્યો હતો.
વાસ્તવમાં એક 52 વર્ષીય વ્યક્તિ કથિત રીતે તેના સ્કૂટરને સાફ કરવા માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવાયા અનુસાર આ ઘટના ઉત્તરપૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારની છે. તેણે એમ પણ કહ્યું કે આ વ્યક્તિ ઉત્તર ઘોંડા વિસ્તારનો રહેવાસી છે.
આ વિડીયો સ્થાનિક લોકોએ બનાવ્યો હતો, જે બાદ આ મામલો સામે આવ્યો છે. વિડીયોમાં તે વ્યક્તિ તેના સફેદ સ્કૂટરને રાષ્ટ્રધ્વજથી સાફ કરીને તેની ધૂળ ઉડાડતો જોઈ શકાય છે. વિડીયોમાં વ્યક્તિએ પહેલા બેઠક વિસ્તાર સાફ કર્યો, પછી આગળનો કાચ સાફ કર્યો, ત્યારબાદ તેણે આખી સ્કૂટી પર ત્રિરંગો લહેરાવ્યો અને તેને સાફ કર્યો.
Next Article