Himmatnagar માં હજારો ખેડૂતો ઉતર્યા રસ્તા પર 2 હજાર એકર જમીન પર આવ્યું સંકટ
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ આ વિરોધ મહાઆંદોલન અને સંમેલનનું આયોજન કરવામાં અવ્યું છે.
06:09 PM Oct 30, 2025 IST
|
Vipul Sen
Sabarkantha : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરમાં (Himmatnagar) HUDA સામે 11 ગામનાં લોકો મેદાને ઉતર્યા છે. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં 11 ગામનાં મિલકતધારકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રોષ નોંધાવવામાં આવ્યો છે. હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ આ વિરોધ મહાઆંદોલન અને સંમેલનનું આયોજન કરવામાં અવ્યું છે. હિંમતનગરનાં તમામ ખેડૂતોનો પણ 11 ગામનાં લોકોને ટેકો છે. HUDA થી હડિયોલ ગામની 1600 થી 2000 એકર જમીન જશે એવી માહિતી છે. જે હેઠળ 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે એવો પણ આક્ષેપ છે... જુઓ અહેવાલ...
Next Article