મુંબઇમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી, ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો
દેશની આર્થિક રાજધાની મુંબઈને ફરીથી હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મુંબઈની ટ્રાફિક પોલીસને 26/11 જેવા હુમલાની ધમકી આપતો વોટ્સએપ મેસેજ મળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે અને એટીએસ પણ તપાસમાં જોડાઈ છે.પાકિસ્તાની નંબર પરથી જે મેસેજ આવ્યો છે તેમાà
Advertisement
દેશની આર્થિક રાજધાની મુંબઈને ફરીથી હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મુંબઈની ટ્રાફિક પોલીસને 26/11 જેવા હુમલાની ધમકી આપતો વોટ્સએપ મેસેજ મળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે અને એટીએસ પણ તપાસમાં જોડાઈ છે.
પાકિસ્તાની નંબર પરથી જે મેસેજ આવ્યો છે તેમાં લખ્યું છે, 'જી મુબારક હો... મુંબઈ પર હુમલો થવા જઈ રહ્યો છે. તમને 26/11ની યાદ અપાવશે. મુંબઈને ઉડાવી દેવાની તૈયારી. UP ATS મુંબઈને ઉડાવી દેવા માંગે છે. તમારા કેટલાક ભારતીયો મારી સાથે છે, જેઓ મુંબઈને ઉડાવી દેવા માંગે છે. કુલ 6 લોકો આ ઘટનાને અંજામ આપશે.
મેસેજમાં લખ્યું છે કે મારું સરનામું અહીં બતાવશે, પણ બ્લાસ્ટ મુંબઈમાં થશે. અમારું લોકેશન તમને દેશની બહાર બતાવશે. અમારી પાસે કોઈ સ્થાન નથી. આમાં અજમલ કસાબ વિશે પણ કેટલીક વાતો લખવામાં આવી છે. આ સાથે ઉદયપુરના કન્હૈયાલાલ મર્ડરનો પણ ઉલ્લેખ છે, જેમાં માથુ ધડથી અલગ થવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય સિદ્ધુ મૂસેવાલા અને અમેરિકામાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના દરિયા કિનારે રાયગઢમાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


