ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાલ સ્કુલ ઑફ આર્કિટેક્ચર દ્વારા ત્રિદિવસીય "ઇન્સિપિએન્ટ' 23"નો આજથી પ્રારંભ

અમદાવાદના પ્રખ્યાત સાલ એજ્યુકેશન કેમ્પસના સાલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર & સાલ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઇન દ્વારા આર્કિટેક્ચરના એન્યુઅલ એક્ઝિબિશન 'ઇન્સિપિએન્ટ'23'નું આયોજન કરવામાં આવ્યું છે.  3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં સાલ સ્કુલ ઑફ આર્કિટેક્ચરના બેચલર ઑફ આર્કિસ્ટેક્ચર (5 વર્ષ), માસ્ટર ઑફ આર્કિટેક્ચર (2 વર્ષ) અને બેચલર ઑફ ઇન્ટિરિયર ડિઝાઇનના (4 વર્ષ)ના  વિધાર્થીઓ à
08:28 AM Feb 03, 2023 IST | Vipul Pandya
અમદાવાદના પ્રખ્યાત સાલ એજ્યુકેશન કેમ્પસના સાલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર & સાલ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઇન દ્વારા આર્કિટેક્ચરના એન્યુઅલ એક્ઝિબિશન 'ઇન્સિપિએન્ટ'23'નું આયોજન કરવામાં આવ્યું છે.  3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં સાલ સ્કુલ ઑફ આર્કિટેક્ચરના બેચલર ઑફ આર્કિસ્ટેક્ચર (5 વર્ષ), માસ્ટર ઑફ આર્કિટેક્ચર (2 વર્ષ) અને બેચલર ઑફ ઇન્ટિરિયર ડિઝાઇનના (4 વર્ષ)ના  વિધાર્થીઓ à
અમદાવાદના પ્રખ્યાત સાલ એજ્યુકેશન કેમ્પસના સાલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર & સાલ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઇન દ્વારા આર્કિટેક્ચરના એન્યુઅલ એક્ઝિબિશન "ઇન્સિપિએન્ટ'23"નું આયોજન કરવામાં આવ્યું છે.  3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં સાલ સ્કુલ ઑફ આર્કિટેક્ચરના બેચલર ઑફ આર્કિસ્ટેક્ચર (5 વર્ષ), માસ્ટર ઑફ આર્કિટેક્ચર (2 વર્ષ) અને બેચલર ઑફ ઇન્ટિરિયર ડિઝાઇનના (4 વર્ષ)ના  વિધાર્થીઓ પોતાનું ઇન્સ્પિરેશન, એબિલિટી, ઇનોવેશન, અને વર્ક વગેરેને પ્રદર્શિત કરી રહ્યાં છે. 
સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને "ઇન્સિપિએન્ટ'23" વિશે જણાવતાં સાલ એજ્યુકેશન કેમ્પસના ડિરેક્ટર ડો. રૂપેશ વાસાણીએ જણાવ્યું,"સાલના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના 300થી વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનમાં પોતાની કૃતિઓ દર્શાવશે. આ એન્યુઅલ એક્ઝિબિશન દર વર્ષે યોજાય છે, પરંતુ કોરોનાકાળ બાદ પ્રથમ વખત યોજાઈ રહ્યું છે.
 
એક્ઝિબિશન ના પ્રથમ દિવસે એટલે કે, 3 ફેબ્રુઆરીના રોજ આર્કિટેક્ચર ક્ષેત્રના ખ્યાતનામ પ્રોફેસર ચરણજિત શાહ તથા આર્કિટેક્ટ નીલકંઠ એચ. છાયા ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે અનુક્રમે  'ઈનોવેશન ઈન આર્કિટેક્ચર એન્ડ બિયોન્ડ' તથા 'અવર જર્ની ટૂગેધર' અંગે વાત કરી હતી, 4 ફેબ્રુઆરીના રોજ આર્કિટેક્ટ લોકેન્દ્ર બાલસરીયા ‘એન્વિરોન્મેન્ટ એન્ડ ટ્રેડિશનલ વિઝડમ ફોર બેટર હબીટાટ ડિઝાઇન’ તથા આર્કિટેક્ટ પારૂલ ઝવેરી 'સસ્ટેનેબિલિટી: એક્સ્પ્લોરેશન ઓફ અવર પ્રેક્ટિસ' પર લેક્ચર આપશે. જ્યારે 5 ફેબ્રુઆરીના રોજ સાલ આર્કિટેક્ચર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કલા નો પરિચય આપશે."
સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રિન્સિપાલ ડો. રમનજ્યોત શ્રીવાસ્તવે જણાવ્યું, " સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે અમારો હેતુ "થિંકિંગ બાય ડુઇંગ" એટલે કે “કર્મ દ્વારા ચિંતન” માં રહેલો છે. એક્ઝિબિશનમાં દિલ્હી અને અમદાવાદના પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સને ગેસ્ટ લેક્ચર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી સમગ્ર ગુજરાતના આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઈનના તમામ વિદ્યાર્થીઓ તથા 10 થી 12 ધોરણ સુધીના સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લઈ શકે છે.”
સાલ કેમ્પસ ખાતે આર્કિટેક્ચર ના અભ્યાસ ની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે વિદ્યાર્થીઓ એક્ઝિબિશન દ્વારા પોતાની પ્રતિભા દર્શાવે છે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ના પ્રથમ વર્ષથી પાંચમા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ટીમ વર્ક, પ્રોફેશનાલિઝ્મ અને ટેકનીકલ જ્ઞાન નો આપ-લે કરે છે કે જેથી તેઓ તેમના વ્યવસાય માં અગ્રણી રહી શકે.
આ પણ વાંચોઃ  પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવી એવી કૃતિ જે હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં થશે ઉપયોગી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadArchitectureGujaratFirstIncipientSaalSchoolThree-day
Next Article