Gujarat Chamber of Commerce ના ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા, સુધાંશુ મહેતાની સેક્રેટરી પદે પસંદગી
સુધાંશુ એન. મહેતાને સચિવ તરીકે, બિપેન્દ્રસિંહજી જાડેજાને સચિવ (રિજનલ) તરીકે અને ગૌરાંગ ભગતને ટ્રેઝરર (ખજાનચી) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
10:09 PM Jul 14, 2025 IST
|
Vipul Sen
GCCI : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ષ 2025-26 માટે પદાધિકારીઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. બેઠકમાં સુધાંશુ એન. મહેતાને સચિવ તરીકે, બિપેન્દ્રસિંહજી જાડેજાને સચિવ (રિજનલ) તરીકે અને ગૌરાંગ ભગતને ટ્રેઝરર (ખજાનચી) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Next Article