C R Patil Tiffin Seva : દર્દીનાં સગા મુજબ હોસ્પિટલ પહોંચશે ટિફિન, સી.આર. પાટીલ કાર્યાલયની અનોખી પહેલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિજનો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિજનો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સી.આર.પાટીલના કાર્યાલય દ્વારા વિશેષ 'ટિફિન સેવા'ની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી સુરતની કોઇપણ હોસ્પિટલમાં દર્દીનાં પરિજનોને તકલીફ નહીં પડે. લોકોને નાની પણ ગંભીર તકલીફને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દૂર કરી. નવસારી લોકસભા અને આસપાસનાં દર્દીઓ અને તેમના પરીજનોને હવે જમવાની તકલીફ નહીં પડે. કાર્યાલય પર માત્ર જાણ કરવાથી સગા મુજબ ટિફિન પહોંચાડાશે. દર્દીનાં સગાઓની સંખ્યા મુજબ હોસ્પિટલ સુધી ટિફિન પહોંચશે. દર્દીનાં સગા ઇચ્છે તો કાર્યાલય પર આવીને પણ જમી શકાશે. સંકટ સમયે ભૂખ્યાને ભોજન કરાવે તે સાચા જનસેવકની ઓળખ......જુઓ અહેવાલ.......
Advertisement


