કોંગ્રેસને આજે મળશે ગાંધી પરિવારની બહારના પ્રમુખ
કોંગ્રેસ (Congress) પક્ષની કમાન કોના હાથમાં રહેશે તે આજે નક્કી થશે. સોમવારે પ્રમુખ પદ માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. દેશના સૌથી જૂના રાજકીય પક્ષના ટોચના પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે સ્પર્ધા છે. લગભગ બે દાયકા બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે. ગાંધી પરિવારની નિકટતા અને અનેક વરિષ્ઠ નેતાઓના સમર્થનને કારણે મલ્લિકાર
02:25 AM Oct 19, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસ (Congress) પક્ષની કમાન કોના હાથમાં રહેશે તે આજે નક્કી થશે. સોમવારે પ્રમુખ પદ માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. દેશના સૌથી જૂના રાજકીય પક્ષના ટોચના પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) અને શશી થરૂર (Shashi Tharoor) વચ્ચે સ્પર્ધા છે. લગભગ બે દાયકા બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે. ગાંધી પરિવારની નિકટતા અને અનેક વરિષ્ઠ નેતાઓના સમર્થનને કારણે મલ્લિકાર્જુન ખડગેનો દાવો મજબૂત માનવામાં આવે છે.
સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
નવી દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓએ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) પક્ષના નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું.
ગણતરી આ રીતે થશે
17 ઓક્ટોબરે મતદાન થયા બાદ તમામ બૂથમાંથી મતપેટીઓ AICC ઓફિસમાં લાવવામાં આવી હતી. આજે મતગણતરી શરૂ થાય તે પહેલા બેલેટ પેપરને મિશ્રિત કરવામાં આવશે જેથી કયા ઉમેદવારને કયા રાજ્યમાંથી કેટલા મત મળ્યા તે જાણી શકાય નહીં. આ પછી 50-50 બંડલ બનાવીને બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે.
છેલ્લી ચૂંટણી 1998માં થઈ હતી.
છેલ્લી વખત કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખપદની ચૂંટણી વર્ષ 1998માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે મુકાબલો થયો હતો. આ ચૂંટણીમાં સોનિયા ગાંધીએ જિતેન્દ્ર પ્રસાદને મોટા અંતરથી હરાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે જે પણ આ ચૂંટણી જીતશે તે કોંગ્રેસના અધ્યક્ષ બનનાર 65મા નેતા હશે. જો મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી જીતશે તો તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનનારા બીજા દલિત નેતા હશે. તેમના પહેલા બાબુ જગજીવન રામ કોંગ્રેસના અધ્યક્ષ બનનારા પહેલા દલિત નેતા હતા.
Next Article