પાકિસ્તાનની ટીમ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ, જાણો કોની જીત માટે દુઆ કરશે
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માંથી બહાર થવાની અણી પર રહેલી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતની બે મેચ હારી ગયેલી બાબર આઝમની ટીમ આજે પર્થમાં નેધરલેન્ડ સામે તેની ત્રીજી મેચ રમશે.ગણિત મુજબ, જો પાકિસ્તાનને સેમિફાઇનલની રેસમાં ટકી રહેવું હોય તો તેમને આ મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે. પાકિસ્તાનની નજર કોની ઉપર ?આ સિવાય પાકિસ્તાનની નàª
04:29 AM Oct 30, 2022 IST
|
Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માંથી બહાર થવાની અણી પર રહેલી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતની બે મેચ હારી ગયેલી બાબર આઝમની ટીમ આજે પર્થમાં નેધરલેન્ડ સામે તેની ત્રીજી મેચ રમશે.ગણિત મુજબ, જો પાકિસ્તાનને સેમિફાઇનલની રેસમાં ટકી રહેવું હોય તો તેમને આ મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે.
પાકિસ્તાનની નજર કોની ઉપર ?
આ સિવાય પાકિસ્તાનની નજર બાંગ્લાદેશ વિરુદ્ધ ઝિમ્બાબ્વે મેચ તેમજ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચ પર પણ રહેશે. આજે નેધરલેન્ડ સામે પાકિસ્તાનની જીત સાથે ભારત અને બાંગ્લાદેશની પણ જીત માટે પ્રાર્થના કરશે. ભારત અને બાંગ્લાદેશની જીત સાથે જ પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહેશે.
પાકિસ્તાન માટે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાની હાર જરુરી
જો પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની બાકીની ત્રણ મેચ જીતવી પડશે અને સાથે જ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાની હાર માટે પ્રાર્થના કરવી પડશે. જો પાકિસ્તાન ત્રણેય મેચ જીતી જાય તો તે વધુમાં વધુ 6 પોઈન્ટ સુધી પહોંચી શકશે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે તેમની બાકીની ત્રણ મેચમાંથી બે હારી જશે તો તેઓ વધુમાં વધુ 5-5 પોઈન્ટ સુધી પહોંચી શકશે. આ ટ્રિકથી પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી શકે છે.
શું હશે ગણિત
સૌથી પહેલા જો બાંગ્લાદેશ સિવાય ઝિમ્બાબ્વેની ટીમની વાત કરીએ તો તેણે આગામી બે મેચ ભારત અને નેધરલેન્ડ સામે રમવાની છે. જો આજે બાંગ્લાદેશ આ ટીમને હરાવશે તો પાકિસ્તાનની આશા થોડી વધી જશે. કારણ કે ઝિમ્બાબ્વે માટે ભારતને હરાવવું થોડું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં તેઓ નેધરલેન્ડ સામે જ જીત નોંધાવી શકે છે. જો ઝિમ્બાબ્વે બાકીની ત્રણમાંથી બે મેચ હારી જાય તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.
બીજી તરફ, જો તમે દક્ષિણ આફ્રિકા પર એક નજર નાખો તો, ભારત સિવાય તેને પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે અન્ય બે મેચ રમવાની છે. જો આજે ભારત દક્ષિણ આફ્રિકાને હરાવશે, તો પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા મેચ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ તરીકે રમાશે. તે દરમિયાન પાકિસ્તાન સેમિફાઇનલમાં જશે કે નહીં તે તેની ટીમના હાથમાં રહેશે. આ કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે.
આ પણ વાંચો--આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે દિલધડક મુકાબલો
Next Article