ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદનો આજે 611મો જન્મદિવસ, જાણો અમદાવાદ અંગેની રસપ્રદ માહિતી

આજે અમદાવાદનો હેપ્પી બર્થ ડે છે. અમદાવાદની સ્થાપનાને આજે  611 વર્ષ પુરા થયા. રાતે ના વધે તેટલું દિવસે વધે તેવું આ શહેર હજારો લોકોના સપના પુરા કરે છે. હેરીટેઝ સિટીથી લઇને સ્માર્ટ સિટી સુધીની અમદાવાદની સફર રહી છે . શહેરે આજે તેના સિમાડા ઓળંગી દીધા છે. ત્યારે શહેરીજનો પોતાના પ્રિય શહેરને હેપ્પી બર્થ ડે કહી રહ્યા છે.  માણેક બુરજ ખાતે પુજા કરી ધજા બદલાશેદર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે મ
03:45 AM Feb 26, 2022 IST | Vipul Pandya
આજે અમદાવાદનો હેપ્પી બર્થ ડે છે. અમદાવાદની સ્થાપનાને આજે  611 વર્ષ પુરા થયા. રાતે ના વધે તેટલું દિવસે વધે તેવું આ શહેર હજારો લોકોના સપના પુરા કરે છે. હેરીટેઝ સિટીથી લઇને સ્માર્ટ સિટી સુધીની અમદાવાદની સફર રહી છે . શહેરે આજે તેના સિમાડા ઓળંગી દીધા છે. ત્યારે શહેરીજનો પોતાના પ્રિય શહેરને હેપ્પી બર્થ ડે કહી રહ્યા છે.  માણેક બુરજ ખાતે પુજા કરી ધજા બદલાશેદર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે મ
આજે અમદાવાદનો હેપ્પી બર્થ ડે છે. અમદાવાદની સ્થાપનાને આજે  611 વર્ષ પુરા થયા. રાતે ના વધે તેટલું દિવસે વધે તેવું આ શહેર હજારો લોકોના સપના પુરા કરે છે. હેરીટેઝ સિટીથી લઇને સ્માર્ટ સિટી સુધીની અમદાવાદની સફર રહી છે . શહેરે આજે તેના સિમાડા ઓળંગી દીધા છે. ત્યારે શહેરીજનો પોતાના પ્રિય શહેરને હેપ્પી બર્થ ડે કહી રહ્યા છે. 
 માણેક બુરજ ખાતે પુજા કરી ધજા બદલાશે
દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે માણેક બુરજની ધજા બદલવામાં આવે છે..આ ઐતિહાસીક દિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે..અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ના મેયર દ્રારા માણેકચોકથી લઈ  માણેકબુર્જ  ખાતે  પૂજન અર્ચન કરવામાં આવશે. આ શહેર વિશે પ્રસિદ્ધ વાર્તા છે જેમાં 1411માં  26 ફેબ્રુઆરીએ અહમદશાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે નવું પાટનગર બનાવા માટે પ્રયાસ કર્યા હતા. મુગલ સુલતાને વસાવેલા અહમદાબાદનું મુળ નામ તો આશાવલ હતું અને તેની પાછળ પણ રસપ્રદકિસ્સો છે. સાબરમતી નદીના કિનારે અહી આશાવાલ ભીલનું શાસન હતું અને સુલતના અહેમદશાહને જાણવા મળ્યું હતું કે આશાવલની પુત્રી તેજા ખુબ જ સુંદર છે જેથી તેને પરણવા માટે અહમદશાહ આશાવલ આવ્યો હતો અને નજરાણામાં આશા ભીલ પાસે મોટી રકમ માંગી હતી. આ રકમ ચુકવવા માટે આશાભીલ અસમર્થ હતો જેથી સુલતાને તેની પાસે કાંતો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે કાં તો તારી દિકરી મને પરણાવવી પડશે.તેવી શરત મુકી હતી.  સુલતાનની વાત સાંભળી આશાવલે વિરોધ કર્યો પણ ત્યારબાદ સુલતાન સાથે દુશ્મની વહોરવાના બદલે તેણે પુત્રીનું લગ્ન કરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ સુલતાને પણ આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું હતું.
 જબ કુત્તેપે સસ્સા આયા 
પ્રસિદ્ધ લોકવાયકા મુજબ અહેમદશાહ તેના કાફલા અને શિકારી કુતરા સાથે સાબરમતીના ગાઢ જંગલોમાં શિકાર કરવા નિકળ્યો ત્યારે અચાનક ઝાડીમાંથી સસલું કુદીને બહાર આવ્યું હતું અને સસલું સુલતાનના શિકારી કુતરાની સામે થઇ ગયું હતું. સસલાંની હિંમત જોઇને બાદશાહ પણ નવાઇ પામ્યો અને તેને લાગ્યું  કે આ નદીના પાણીમાં કંઇક છે અને તેથી જ તેણે પોતાનો મહેલ બનાવીને એની આસપાસ અહમદાબાદ વસાવ્યું  હતું અને કાળક્રમે તેનંુ નામ અપભ્રંશ થઇને અમદાવાદ પડી ગયું હતું. શહેરના એલિસબ્રિજના પુર્વ છેડા પર અમદાવાદની પહેલી ઇંટ મુકાઇ હતી. બીજી તરફ મહારાજા કર્ણદેવે આ શહેર વિકસાવ્યું હોવાથી તેનું એક નામ કર્ણાવતી પણ પડયું છે. 

અમદાવાદનો ઠસ્સો આજે પણ યથાવત 
આજે અમદાવાદ ચોતરફી વિકસ્યું છે. જો કે અમદાવાદે તેની જુની ઓળખ ગુમાવી નથી . જુનુ અમદાવાદ આજે પણ દેશ વિદેશના લોકો માટે આકર્ષણ ઉભુ કરે છે. પોળના હેરીટેઝ મકાનો અને ખાણીપીણી અને હરવા ફરવાનાના સ્થળો લોકો માટે આકર્ષણ ઉભુ કરે છે. સાથે સાથે પશ્ચીમ અમદાવાદનો વિકાસ પણ લોકોને આજે પણ એટલો જ આકર્ષીત કરે છે. સાબરમતીના કિનારે ઉભેલું અમદાવાદ આજે તો વિકાસનો પર્યાય બની ચુકયું છે. આઝાદીની લડાઇમાં કેન્દ્ર સ્થાને રહેલા અમદાવાદે 610 વર્ષમાં અનેક ઉથલ પાથલો જોઇ છે પણ આજે પણ શહેર અડીખમ ઉભુ છે અને ભવિષ્યના અમદાવાદને સર કરવાના અનેક પ્રયાસો પણ કરી રહ્યું છે. અમદાવાદીઓનો મિજાજ પણ આજે પણ એવો જ અકબંધ છે જે કઇ કાલે હતો. અમદાવાદ સંપુર્ણપણે વર્તમાનમાં જીવતું શહેર છે અને તેનું પાણી પણ વટવાળુ છે. અહી દરેક માણસ પોતાને પરવડે તેવી મોજ કરતો જોવા મળે છે 
આજે અનેક કાર્યક્રમોનું આયોજન 
અમદાવાદના 611માંં સ્થાપના દિવસ આ વર્ષે અનોખી રીતે ઉજવાશે.સફાઈ સાથે લોકોને અમદાવાદના હેરીટેજનું જ્ઞાન આપવામાં આવશે તથા યુવાઓ દ્વારા હેરીટેજ વોક કરી અને રસ્તામાં પડેલા પ્લાસ્ટિક કચરાને દૂર કરવામાં આવશે..આ વોકમાં  વિવિધ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ,યુવાઓ ભાગ લેશે..આ તમામ લોકો હેરીટેજ વોક રૂટ પર આવતા પ્લાસ્ટિક કચરાને દૂર કરી ગુજરાન ચલાવતા લોકોને પ્લાસ્ટિક આપી દેશે. આ ઉપરાંત અર્બન સ્કેચર્સ ના વિદ્યાર્થી દ્રારા માણેકચોક ખાતેથી લાઈવ સ્કેચ દોરવામાં આવશે..જેમાં અમદાવાદની આગવી ઓળખ ગણાતા અનેક હેરીટેજ પ્લેસને આવરી લેવામાં આવશે..611માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્કેચ કરેલા ચિત્રનું કલા પ્રદર્શન કરવામાં આવશે...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શેર કર્યો વિડીયો
Tags :
AhmedabadGujaratFirsthappybirthday
Next Article