Modasa અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસાના સાકરીયા, આનંદપુરા કમ્પા, ગોરીટીંબામાં વરસાદ પડ્યો હતો.
09:00 PM Jun 21, 2025 IST
|
Vishal Khamar
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસાના સાકરીયા, આનંદપુરા કમ્પા, ગોરીટીંબામાં વરસાદ પડ્યો હતો. મોડાસા માર્કેટયાર્ડમાં પાણી ભરાયા હતા. મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાતા વાહનો ફસાયા હતા. મેઘરજના આંબાવાડીમાં પાણી ભરાયા હતા. મેઘરજના પહડિયા, બેડજ કંભરોડામાં વરસાદ પડ્યો હતો. રામગઢી બાઠીવાડામાં પણ વરસાદ પડ્યો હતો. ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
Next Article