ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખંભાળિયાના મગફળીના વેપારીએ ખેડૂતો સાથે 88 લાખની છેતરપીડી આચરી

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ આહીર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ વેપારી તાલુકાના જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી જણસી ખરીદી રૂપિયા 88.95 લાખની છેતરપિંડી આચરી નાસી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્àª
03:55 PM Dec 18, 2022 IST | Vipul Pandya
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ આહીર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ વેપારી તાલુકાના જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી જણસી ખરીદી રૂપિયા 88.95 લાખની છેતરપિંડી આચરી નાસી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્àª
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ આહીર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ વેપારી તાલુકાના જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી જણસી ખરીદી રૂપિયા 88.95 લાખની છેતરપિંડી આચરી નાસી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ નોંધાઈ
ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વેપાર કરતો એક વેપારી અનેક ખેડૂતો પાસેથી જુદી જુદી લઈ પૈસા ચૂકવ્યા વગર ફૂલેકું ફેરવી નાસી ગયો હોવાની ચર્ચાઓ થતી હતી આ ચર્ચાઓ વચ્ચે ગઈકાલે ખંભાળિયા પોલીસ દફતરમાં આ પ્રકરણ સંબંધિત ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા મુરુ લખુભાઈ કરમુર નામનો શખ્સ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકાના જુદા જુદા ગામડાઓમાં જઈ ચણા અને મગફળી સહિતની જણસીઓનો વેપાર કરતો હતો.
મગફળી, ચણા, જણસી ખરીદી પૈસા આપ્યા નહી
ગત તારીખ 1/11 થી 26/11 સુધીના ગાળા દરમિયાન આ વેપારીએ 25 દિવસમાં વડાલીયા સિંહણ તથા આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતોની ચણા અને મગફળીના પાકની ખરીદી કરી હતી. આ જણસી ખરીદી કર્યા બાદ અઠવાડિયાના સમયગાળામાં રૂપિયા ચૂકવી આપવા વેપારીએ વાયદો કર્યો હતો. પરંતુ આ સમય વીતી જવા છતાં વેપારીએ પૈસા નહીં ચૂકવતા જુદા જુદા ગામડાઓમાંથી પૈસાની માંગ ઉઠવા પામી હતી.
88 લાખની છેતરપિંડી
ખેડૂતોની ઉઘરાણી વધી જતા આખરે વેપારી મોબાઈલ સ્વીચ ઓફ કરી અજ્ઞાત સ્થળે નાસી ગયો હતો. જેને લઇને તાલુકાના ગામડાના ખેડૂતોએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના આધારે વડાલીયા સિંહણ ગામના ખેડૂત લખુભાઈ છુછરએ ગઈકાલે ખંભાળિયા પોલીસ દફતરમાં આરોપી મુરૂભાઈ કરમુર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના સહિત જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી આ વેપારીએ રૂપિયા 88,95,735 નો મગફળી અને ચણાનો વેપાર કરી પૈસા નહીં ચૂકવી ક્યાંક નાસી ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - બરડા ડુંગરના જંગલમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsFarmersFraudGujaratFirstKhambhaliapoliceTraderCheated
Next Article