Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક સામસામે: લીમડા ચોકમાં ઘર્ષણનો વીડિયો વાયરલ

Rajkot Traffic police : રાજકોટના વ્યસ્ત ગણાતા લીમડા ચોક વિસ્તારમાં મહિલા ટ્રાફિક પોલીસ અને એક વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ વાહન ટો (Tow) કરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયો હતો, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી હતી.
Advertisement

Rajkot Traffic police : રાજકોટના વ્યસ્ત ગણાતા લીમડા ચોક વિસ્તારમાં મહિલા ટ્રાફિક પોલીસ અને એક વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ વાહન ટો (Tow) કરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયો હતો, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી હતી. નોંધનીય છે કે, રાજકોટમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ અને જનતા સાથેના વર્તન અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે પોલીસ તંત્રની કામગીરી ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢી છે.

Advertisement
Tags :
Advertisement

.

×