Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એડવેન્ચર અને ફેન્ટસીથી ભરેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર થયું રિલીઝ

દર્શકોની આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારરની બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ બોલિવૂડ કપલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે લાંબા સમય બાદ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર àª
એડવેન્ચર અને ફેન્ટસીથી ભરેલી ફિલ્મ  lsquo બ્રહ્માસ્ત્ર નું ટ્રેલર થયું રિલીઝ
Advertisement
દર્શકોની આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારરની બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ બોલિવૂડ કપલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે લાંબા સમય બાદ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે.
 અમિતાભ બચ્ચનના અવાજથી શરૂ થયેલી 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરમાં રણબીર કપૂર અલૌકિક શક્તિઓથી સજ્જ જોવા મળે છે.અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રેમ, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. આ ફિલ્મમાં દર્શકોને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પાત્રો વચ્ચેની લવ કેમેસ્ટ્રી સાથે બ્રહ્માસ્ત્ર પર યુદ્ધ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે જેમાં VFXનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મૌની રોય પણ અમિતાભ બચ્ચન અને નાગાર્જુન સાથે તીવ્ર પાત્રમાં જોવા મળે છે.
આ ફિલ્મમાં  સર્વશક્તિમાન 'શિવ' પાત્ર રણબીર કપૂર  છે જે એક સામાન્ય યુવાન તરીકે પોતાનું જીવન જીવે છે. તે ઈશા એટલે કે આલિયા ભટ્ટને મળે છે. ઈશા અને શિવની પ્રેમ કહાનીની વચ્ચે ઈશાને ખબર પડે છે કે શિવમાં એવી અદભૂત શક્તિ છે કે અગ્નિ પણ તેને બાળી શકતી નથી. તેને ધીરે ધીરે સમજાય છે કે શિવ અગ્નિ શસ્ત્ર છે.
ફિલ્મના તમામ પાત્રોએ શાનદાર કામ કર્યું છે. હાલમાં જ રણબીર કપૂરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તેણે આ ફિલ્મમાં લોહી, પરસેવો, સમય, હૃદય, આત્મા, લીવર, કિડની બધું જ આપ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ 2017માં શરૂ થયું હતું અને લગભગ 5 વર્ષ બાદ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે  હવે જોવાનું રહયું કે હવે રણબીર અને આલિયાની ફિલ્મ KGF2 અને RRRને ટક્કર આપી શકશે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
Tags :
Advertisement

.

×