ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અક્ષયની 'બચ્ચન પાંડે' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ખેલાડી કુમારનો જોવા મળ્યો ખતરનાક લૂક

બોલિવૂડ ઈન્ડિસ્ટ્રીમાં આ વર્ષે સૌથી ફિલ્મ જો કોઇની આ રહી હોય તો તે અક્ષય કુમાર છે. તાજેતરમાં તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ કરવામા આવ્યુ છે. જેમા તેના અભિનયની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.   બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારને હિટ મશીન કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષય જે પણ ફિલ્મ કરી છે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આજે તેની આગામી ફિલ્મ બચ્ચન
08:16 AM Feb 18, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ ઈન્ડિસ્ટ્રીમાં આ વર્ષે સૌથી ફિલ્મ જો કોઇની આ રહી હોય તો તે અક્ષય કુમાર છે. તાજેતરમાં તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ કરવામા આવ્યુ છે. જેમા તેના અભિનયની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.   બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારને હિટ મશીન કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષય જે પણ ફિલ્મ કરી છે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આજે તેની આગામી ફિલ્મ બચ્ચન

બોલિવૂડ ઈન્ડિસ્ટ્રીમાં આ વર્ષે સૌથી ફિલ્મ જો કોઇની
આ રહી હોય તો તે અક્ષય કુમાર છે. તાજેતરમાં તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર
રિલીઝ કરવામા આવ્યુ છે. જેમા તેના અભિનયની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારને હિટ મશીન કહેવામાં
આવે છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષય જે પણ ફિલ્મ કરી છે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ
મચાવી છે. આજે તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા પહેલા જ લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા હતા. હવે ટ્રેલર
સામે આવ્યા બાદ ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કૃતિ સેનન
, જેકલીન ફર્નાન્ડીઝ, પંકજ
ત્રિપાઠી
, સંજય મિશ્રા,
અરશદ વારસી અને પ્રતિક બબ્બર મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરનો
વિડિયો રિલીઝ કરતા અક્ષય કુમારે લખ્યું કે, ધૂમ ધડકા રંગ પટાખા આઓ બનાવી લો ટોલી…
આ વખતે
#BachchhanPaandey લાવી રહ્યું છે હોલી પે ગોલી !! 3 મિનિટ 41 સેકન્ડનાં
ટ્રેલરમાં અક્ષય કુમારની સ્ટાઈલ જોરદાર દેખાઈ રહી છે
, અરશદ
વારસી અને સંજય મિશ્રા પણ સરપ્રાઈઝ તરીકે દેખાયા છે. બંનેએ કોમેડીનો ડોઝ આપવાનું પૂરુ
કામ કર્યું છે. ટ્રેલરમાં અક્ષયનો સૌથી ભયંકર અવતાર પહેલીવાર જોવા મળી રહ્યો છે.

 

ફિલ્મનાં ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી ફરી એકવાર મજેદાર
ભૂમિકામાં જોવા મળી રહ્યા છે
,
જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી છે. ફિલ્મમાં અક્ષય
ખતરનાક ગુંડા
'બચ્ચન પાંડે'ના રોલમાં છે. વળી, કૃતિ
સેનન એક નિર્માતા છે જે બચ્ચન પાંડે પર તેની આગામી ફિલ્મ બનાવવા માંગે છે. આ માટે
તે તેના મિત્ર એટલે કે અરશદ વારસીની મદદ લે છે. અક્ષય કુમાર આ વખતે પોતાના ચાહકોને
હોળીની ભેટ આપવા આવી રહ્યો છે. અક્ષય કુમારની આ ફિલ્મમાં તમને તે જોવા મળશે જે આ
પહેલા તમે બોલિવૂડની કોઇ મૂવીમાં જોયુ નહી હોય અને તે છે અક્ષય કુમારની સરપ્રાઇઝ વિલેન એક્ટિંગ. અક્ષય કુમારની આ ફિલ્મ હોળીનાં ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ
ફિલ્મમાં તમને એક્શન, રોમાન્સ, કોમેડી અને ડ્રામા ભરપૂર માત્રામા જોવા મળશે.
ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો તે 18 માર્ચે રિલીઝ થશે. મેકર્સ આ ફિલ્મને
સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Tags :
akshaykumarBachchanPandeyBachchanPandeyTrailerBollywoodGujaratFirstTrailerOut
Next Article