સોનું ચમકાવવાનું કઈ બે ગઠીયા સાસુ અને પુત્રવધુને છેતરી ગયા, 4.15 લાખનો મુદ્દામાલ લઈ ફરાર
ભરૂચ (Bharuch)જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં ગઠિયાઓ છેતરપિંડી (Fraud)કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉજાલા કંપનીની બીજી (Ujala Company)પ્રોડક્ટ લોન્ચ થઈ છે તેમ કહી ઘરમાં પ્રવેશી લક્ષ્મીજીની મૂર્તિ ચમકાવી આપી વિશ્વાસમાલય ૪ લાખ ૧૫ હજારના દાગીના ગાંઠીયા સમગ્ર મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ (B Division Police)મથકે પહોંચ્યો છે અને પોલીસે ગઠિયાઓનું પગેરૂં મેળવવાની કવાયત કરી છે. ઈસમે કંપનીની પ્રોડક્ટ લà
01:21 PM Dec 10, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ (Bharuch)જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં ગઠિયાઓ છેતરપિંડી (Fraud)કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉજાલા કંપનીની બીજી (Ujala Company)પ્રોડક્ટ લોન્ચ થઈ છે તેમ કહી ઘરમાં પ્રવેશી લક્ષ્મીજીની મૂર્તિ ચમકાવી આપી વિશ્વાસમાલય ૪ લાખ ૧૫ હજારના દાગીના ગાંઠીયા સમગ્ર મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ (B Division Police)મથકે પહોંચ્યો છે અને પોલીસે ગઠિયાઓનું પગેરૂં મેળવવાની કવાયત કરી છે.
ઈસમે કંપનીની પ્રોડક્ટ લોન્ચ થઇ હોવાનું જણાવ્યું
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં લાલ બજાર ગલીયારવાડ વિસ્તારમાં રહેતા મંજુલાબેન રામજીભાઈ ચૌહાણનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ઘરમાં એકલા હતા તે દરમિયાન હિન્દીભાસી બોલતા બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે ઉજાલા કંપનીએ બીજી પ્રોડક્ટ લોન્ચ કરી છે તેમ કહી તેનો ડેમો બતાવવા આવેલ છે અને ડેમો મફતમાં જોઈ શકાય છે ફરિયાદીને ગઠીયાએ વિશ્વાસમાં લઈ લક્ષ્મીજીની મૂર્તિ ચોખ્ખી કરી આપી છેતરવાનો પેતરો રચી નાખ્યો હતો.
ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગઠિયાઓના ઝાંસામાં ૮૫ વર્ષીય વૃદ્ધ ભેળવાઈ ગઈ હતી અને ફરિયાદીની સોનાની બંગડી નંગ ચાર વજન ૭ તોલા કિંમત રૂપિયા ૩ લાખ ૧૫ હજાર તથા સોનાની કાળા મણકા વાળી કંઠી વજન આશરે અઢી તોલા અંદાજિત કિંમત રૂપિયા ૧ લાખ દાગીના ચમકાવી આપવા માટે એક સ્ટીલનો ડબ્બો મંગાવી જેમાં હળદર તથા પાણીના સ્ટીલના ડબ્બાને પાંચ મિનિટ સુધી ગરમ કરવાનું જણાવી ફરિયાદી સ્ટીલનો ડબ્બો ગરમ કરવા જતા જ ગઠિયાઓ ઓરિજનલ સોનાના દાગીના શેરવી રફુ ચક્કર થઈ ગયા હતા વિસ્તારમાં શોધવા છતાં ગઠિયાઓન મળતા ફરિયાદી છેતરાયા હોવાનો અનુભવ થતાં તાબડતોબ તેઓ નજીકના બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને અજાણ્યા ગાંઠિયાઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની આઈપીસીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Next Article