ઈંગ્લેન્ડની બે મહિલા ક્રિકેટરોએ લગ્ન કર્યા,જોઈ લો તસવીરો ....
ઈંગ્લેન્ડની મહિલા ઈન્ટરનેશનલ ટીમની બે ખેલાડીઓ નેટ સાઈવર અને કેથરીન બ્રન્ટે પોતાના પાંચ વર્ષ જૂના સંબંધોને લગ્નમાં ફેરવી નાખ્યા છે. રવિવાર 29 મેના રોજ બંને ક્રિકેટરો લગ્નના બંધનમાં બંધાયા હતા. પૂર્વ ક્રિકેટર અને બ્રોડકાસ્ટર ઈશા ગુહાએ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.બ્રન્ટ અને સાયવર તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા ODI વર્લ્ડ કપમાં ઈંગà«
03:04 PM May 30, 2022 IST
|
Vipul Pandya
ઈંગ્લેન્ડની મહિલા ઈન્ટરનેશનલ ટીમની બે ખેલાડીઓ નેટ સાઈવર અને કેથરીન બ્રન્ટે પોતાના પાંચ વર્ષ જૂના સંબંધોને લગ્નમાં ફેરવી નાખ્યા છે. રવિવાર 29 મેના રોજ બંને ક્રિકેટરો લગ્નના બંધનમાં બંધાયા હતા. પૂર્વ ક્રિકેટર અને બ્રોડકાસ્ટર ઈશા ગુહાએ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.
બ્રન્ટ અને સાયવર તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતા. આ દંપતીએ ઓક્ટોબર 2019 માં સગાઈ કરી હતી અને લગ્ન સત્તાવાર રીતે સપ્ટેમ્બર 2020 માં નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2022માં કેથરિન બ્રન્ટ અને નેટ સાયવર ઈંગ્લેન્ડની ટીમનો ભાગ લીધો હતો ગત સિઝનની ચેમ્પિયન ઇંગ્લેન્ડને આ ટુર્નામેન્ટની શરૂઆતમાં સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સાયવર અને કેથરિન બંને તેમજ સમગ્ર ટીમે સતત જીત મેળવી અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. જો કે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો.
આપને જણાવી દઈએ કે કેથરીન અને સાયવરની આ જોડી ગે લગ્ન કરનારી પહેલી જોડી નથી. આ પહેલા પણ 2017માં ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર એમી સેડરવેટ અને લિયા તાહુહુએ લગ્ન કર્યા હતા.જુલાઈ 2018 માં દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર ડેન વેન નિકેર્ક અને ઓલરાઉન્ડર મેરિજેન કેપે પણ લગ્ન કર્યા. 2019માં ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેન્સન અને ઓસ્ટ્રેલિયન નિકોલા હેનકોકે પણ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
.
Next Article