યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 12,000 સૈનિકો માર્યાનો યુક્રેનનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે થોડું ધીમું પડ્યું છે. બંને દેશ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. તેવામાં યુક્રેન દ્વારા યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં રશિયાને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તેમણે રશિયાના 12000 જેટલા સૈનિકોને માર્યા છે. તો આ સિવાય રશિયાના 49 એરક્રાફ્ટ, 81 હેલિકોપ્ટર, 317 ટેન્ક તથા 1070 વિવિધ પ્રકારના હથàª
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે થોડું ધીમું પડ્યું છે. બંને દેશ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. તેવામાં યુક્રેન દ્વારા યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં રશિયાને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તેમણે રશિયાના 12000 જેટલા સૈનિકોને માર્યા છે. તો આ સિવાય રશિયાના 49 એરક્રાફ્ટ, 81 હેલિકોપ્ટર, 317 ટેન્ક તથા 1070 વિવિધ પ્રકારના હથિયારબંધ વાહનોનો પણ નાશ કર્યો છે
Information on Russian invasion
Losses of the Russian armed forces in Ukraine, March 9 pic.twitter.com/tQe3E5BUUZ
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 9, 2022
યુક્રેનના વિદેશ મંત્રાલયનું ટ્વિટ
આ વાત કોઇ નેતા કે અન્ય વ્યક્તિ દ્વારા નથી કરવામાં આવી, પરંતુ યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે આ વિશેનું એક ઇન્ફોગ્રાફિક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણ યુદ્ધમાં રશિયાને પહોંચાડેલા નુકસાન વિશે વિગતવાર માહિતિ આપી છે. સાથે જ જણાવ્યું છે કે આ આંકડાો નવ માર્ચ સુધીના છે.
રશિયાએ કહ્યું કે યુક્રેન સાથે વાતચીત આગળ વધી
આ તરફ રશિયા દ્વારા બુધવારે એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેન સાથેના સંઘર્ષના નિરાકરણ માટે તેમની સાથેની વાતચીત આગળ વધી રહી છે. સાથે જ રશિયાએ એ વાત પર ભાર આપ્યો કે રશિયન સૈનિકો યુક્રેનની સરકાર ઉથલાવવા માટે કામ નથી કરતા. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે યુક્રેન સાથેની વાતચીતમાં ઘણી પ્રગતિ થઇ છે. સાથે જ કહ્યું કે હજુ પમ બંને દેશો વચ્ચે વાતચીત થશે.
Advertisement


