Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીનું ભાષણ વાયરલ, અમારા પ્રિયજનોને ખબર નથી કે તેઓ ફરી ક્યારેય મળશે

ગ્રેમી એવોર્ડ્સ 2022માં ભારતના દિગ્દજ ગાયકો લતા મંગેશકર અને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ન હતી જેના કારણે ભારતીય ચાહકોએ ક્લાસ લીધો હતો, તો બીજી તરફ ગ્રેમી એવોર્ડ્સ 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકીએ રવિવારે ગ્રેમી એવોર્ડ દરમિયાન બધાને ચોંકાવી દીધા હતા. તેમણે 94માં એકેડેમી એવોર્ડ શોમાં બોલવાની તક આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે લાઇવ હાજર રહ્યાં ન હતા. જો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીનું ભાષણ વાયરલ  અમારા પ્રિયજનોને ખબર નથી કે તેઓ ફરી ક્યારેય મળશે
Advertisement
ગ્રેમી એવોર્ડ્સ 2022માં ભારતના દિગ્દજ ગાયકો લતા મંગેશકર અને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ન હતી જેના કારણે ભારતીય ચાહકોએ ક્લાસ લીધો હતો, તો બીજી તરફ ગ્રેમી એવોર્ડ્સ 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકીએ રવિવારે ગ્રેમી એવોર્ડ દરમિયાન બધાને ચોંકાવી દીધા હતા. 
તેમણે 94માં એકેડેમી એવોર્ડ શોમાં બોલવાની તક આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે લાઇવ હાજર રહ્યાં ન હતા. જો કે તે હવે તેને ગ્રેમીમાં બોલવાની તક મળી. જોલેન્સકીએ દુનિયા પાસે યુક્રેન માટે સમર્થન માંગ્યું. તેમણે લોકોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે બને તેટલો અવાજ ઉઠાવો, પરંતુ ચૂપ ન બેસો. જેલેન્સકીના ભાષણ પછી, જોન લિજેન્ડનું પ્રદર્શન થયું હતું. જેમાં યુક્રેનના કલાકારોએ ભાગ લીધો હતો. ગ્રેમી એવોર્ડ્સ 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીનું ભાષણ વાયરલ થઈ રહ્યું છે. 

આ ભાષણમાં તેમણે લોકોને ભાવનાત્મક અપીલ કરી છે અને દેશની સ્થિતિ જણાવી છે. ગ્રેમી એવોર્ડ્સમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર જેલેન્સકીનું ભાષણ હાલમાં ભારે ચર્ચામાં છે. આ ભાષણ પ્રી-રેકોર્ડેડ છે. જેલેન્સકી આમાં ભાવનાત્મક અપીલ કરી રહ્યાં છે. તે કહે છે, યુદ્ધની સંગીતથી વિપરીત હોઈ શકે. અમારા બાળકો ખરતા તારા નહીં પણ ખરતા રોકેટ દોરે છે. યુદ્ધમાં 400 બાળકો ઘાયલ થયા અને 153 માર્યા ગયા છે, હવે  અમે તેમને ક્યારેય ચિત્ર બનાવતા જોઈશું નહીં. અમારા માતાપિતા સવારે બોમ્બ શેલ્ટરમાં જાગીને ખુશ છે કારણ કે તેઓ જીવંત છે. અમારા પ્રિયજનોને ખબર નથી કે તેઓ ફરી ક્યારેય મળશે કે કેમ. યુદ્ધ આપણને જીવન પસંદ કરવા દેતું નથી કે કોણ બચશે અથવા કોણ કાયમ માટે શાંત થઈ જશે. તેમણે લોકોને અપીલ કરી કે આ યુદ્ધનું સત્ય મીડિયા, સોશિયલ મીડિયા અને ટીવીથી દ્વાર તમામ લોકો સુધી પહોંચાડો. તમે બની શકો તેટલો અમને ટેકો આપો પરંતુ ચૂપ ન રહો.
રશિયન બોમ્બથી મૌન જેવું મૃત્યુ
જેલેન્સકીએ તેમના દેશના સંગીતકારો વિશે પણ વાત કરી. અમારા સંગીતકારો ટક્સીડોને બદલે બખ્તર પહેરે છે. તે હોસ્પિટલોમાં ઘાયલ લોકો માટે અને જેઓ સાંભળી શકતા નથી તેમના માટે પણ ગીત ગાય છે. પરંતુ કોઈપણ રીતે, સંગીત સફળ થશે. અમે રશિયા સામે લડી રહ્યા છીએ, જેણે તેના બોમ્બ વડે ભયંકર મૌન લાવ્યું છે. મૃત્યુ જેવું મૌન. તમારા સંગીત સાથે આ મૌન ભરો. આજે જ ભરો અને દરેકને અમારી વાર્તા જણાવો.
Advertisement
Tags :
Advertisement

.

×