Umreth Bypoll Election Result : Gujarat ની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પણ મતગણતરી
- Umreth Assembly By-election ની મતગણતરી
- BJP અને કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
- હર્ષદ પરમાર અને ભૃગુરાજસિંહ વચ્ચે ખરાખરીનો જંગ
- 22 રાઉન્ડમાં થશે મતોની ગણતરી
Umreth By-election Result: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભા (Assembly) ચૂંટણીના પરિણામોની સાથે ગુજરાતના આણંદ જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (By-election) માટે પણ આજે મતગણતરી (Counting) હાથ ધરવામાં આવશે. ગત દિવસોમાં યોજાયેલા મતદાન બાદ આજે સવારથી જ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે.આણંદની બીજેવીએમ કોલેજ (BJVM College), વલ્લભ વિદ્યાનગર ખાતે આજે સવારે 8:00 કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. સૌથી પહેલા 241 પોસ્ટલ બેલેટ (Postal Ballot) ની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVM માં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરાશે. વહીવટી તંત્ર દ્વારા આ માટે 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કુલ 22 રાઉન્ડ (Rounds) ના અંતે અંતિમ પરિણામ સ્પષ્ટ થશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..


