Gir Somnath : AAP ઉમેદવારનું ફાયરિગનું તરકટ, અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યાનો આરોપ
આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ ઉમેદવાર અજય બાંભણિયાએ પોતાના પ્રતિસ્પર્ધીને ખોટા કેસમાં ફસાવવા અને જનતાની સહાનુભૂતિ મેળવવા માટે પોતે જ પોતાના પર ફાયરિંગ કરાવવાનું નાટક રચ્યું હતું.
Advertisement
- ફાયરિંગનું ષડયંત્ર.. AAP ઉમેદવાર ફસાયા.. (Gir Somnath )
- ઉનામાં AAP ઉમેદવારનું ફાયરિગનું તરકટ
- અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યાનો આરોપ
- FSLની તપાસમાં આખરે સત્ય સામે આવ્યું
- ચૂંટણીમાં ફાયદો મેળવવા રચ્યું ષડયંત્ર
- અજય બાંભણિયાની પોલીસે ધરપકડ કરી
- પ્રતિસ્પર્ધીને ગુનામાં સંડોવી દેવાનો આશય
- ગેરકાયદે જીવંત કારતૂસ પોલીસમાં રજૂ કર્યા
- અજય બાંભણિયાનો ગુનાહિત ભૂતકાળ
- લૂંટ, હત્યા અને મારામારીના ગુના દાખલ
ઉનામાં ચૂંટણી સમયે થયેલા કથિત ફાયરિંગના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ ઉમેદવાર અજય બાંભણિયાએ પોતાના પ્રતિસ્પર્ધીને ખોટા કેસમાં ફસાવવા અને જનતાની સહાનુભૂતિ મેળવવા માટે પોતે જ પોતાના પર ફાયરિંગ કરાવવાનું નાટક રચ્યું હતું. અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવનાર અજય બાંભણિયાનું સત્ય આખરે FSLની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તપાસમાં શોધી કાઢ્યું કે અજય બાંભણિયાએ ગેરકાયદેસર જીવંત કારતૂસ પણ રજૂ કર્યા હતા. લૂંટ, હત્યા અને મારામારી જેવો ગુનાહિત ભૂતકાળ ધરાવતા અજય બાંભણિયાની પોલીસે આ ષડયંત્ર બદલ ધરપકડ કરી લીધી છે.જુઓ સમગ્ર અહેવાલ
Advertisement


