Una Heavy Rain : Gir Somnath ના ઉનામાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકયો, જુઓ VIDEO
Una Heavy Rain : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે માલણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
Advertisement
Una Heavy Rain : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે માલણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, વરસાદના પ્રકોપથી ખત્રીવાડાને જોડતા મુખ્ય માર્ગનું ધોવાણ થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને કારણે ખત્રીવાડા ગામનો બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જુઓ વીડિયો...

