Arvalli માં મામા-ભાણીના સંબંધ શર્મસાર, 13 વર્ષીય ભાણીની નરાધમ મામાએ લૂંટી લાજ!
50 વર્ષના આધેડનું નામ કે ચહેરો અમે તમને પીડિતાની ઓળખ છતી ના થાય એટલા માટે બતાવી શકતા નથી. પણ, આ એ લંપટ છે...જેણે મામા શબ્દ પર કલંક લગાવ્યો છે.
12:14 AM Mar 02, 2025 IST
|
MIHIR PARMAR
Arvalli Rape: 50 વર્ષના આધેડનું નામ કે ચહેરો અમે તમને પીડિતાની ઓળખ છતી ના થાય એટલા માટે બતાવી શકતા નથી. પણ, આ એ લંપટ છે...જેણે મામા શબ્દ પર કલંક લગાવ્યો છે. આ નરાધમે કારસ્તાન જ એવું કર્યુ છે કે તેને કંસ કહેવો કે મામા...
ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દીકરીને લઈ માતા-પિતા આવ્યા હતા. જેમણે દીકરીના સગા મામા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી..તે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મામાને ઝડપી લીધો, તેની વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
Next Article