Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વલસાડના કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી

Valsad Under-construction tank structure collapses : વલસાડમાં ભ્રષ્ટાચાર અને નબળા કામકાજની ગંભીર બેદરકારી સામે લાવતી એક ઘટના બની છે, જેમાં કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થયું છે. આશ્ચર્યની વાત એ છે કે ટાંકી તૂટવાની આ બીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ₹30 કરોડના માતબર ખર્ચે થઈ રહેલા આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ પ્રબળ બની છે.
વલસાડના કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી
Advertisement
  • વલસાડના કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી
  • ટાંકી તૂટવાની બીજી ઘટના બનતા કામમાં ભ્રષ્ટાચારની ગંધ!
  • સુરત જેવી દુર્ઘટના સર્જનાર એજન્સી જ અહીં કરી રહી છે કામ
  • 30 કરોડના ખર્ચે બની રહેલી ટાંકીનું સ્ટ્રક્ચર તૂટતા સવાલો
  • ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

Valsad Under-construction tank structure collapses : વલસાડમાં ભ્રષ્ટાચાર અને નબળા કામકાજની ગંભીર બેદરકારી સામે લાવતી એક ઘટના બની છે, જેમાં કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થયું છે. આશ્ચર્યની વાત એ છે કે ટાંકી તૂટવાની આ બીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ₹30 કરોડના માતબર ખર્ચે થઈ રહેલા આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ પ્રબળ બની છે.

ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, આ કામગીરી એ જ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે જે સુરતમાં થયેલી અગાઉની દુર્ઘટના માટે જવાબદાર હતી, છતાં તેને આટલો મોટો પ્રોજેક્ટ સોંપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે.

Advertisement

આ પણ વાંચો :  Valsad: ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં ભારે હોબાળો, યુથ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી!

Advertisement

Tags :
Advertisement

.

×