Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Union Budget 2026: CM Bhupendrabhai Patel એ કેન્દ્રીય બજેટને આવકાર્યુ

Union Budget 2026: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટને 'સર્વસમાવેશી અને સર્વસ્પર્શી' ગણાવતા આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે કર્તવ્ય પથ પર તૈયાર થયેલું આ બજેટ "સૌનો સાથ, સૌનો વિકાસ" ના મંત્રને સાકાર કરે છે.
Advertisement

Union Budget 2026: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટને 'સર્વસમાવેશી અને સર્વસ્પર્શી' ગણાવતા આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે કર્તવ્ય પથ પર તૈયાર થયેલું આ બજેટ "સૌનો સાથ, સૌનો વિકાસ" ના મંત્રને સાકાર કરે છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગુજરાતના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મળશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પૂર્વ ભારતથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટી તાકાત મળશે. ટેક્સટાઇલ, કેમિકલ પાર્ક્સ અને બાયોફાર્મા માટેની જાહેરાતો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ આપશે. લોથલ અને ધોળાવીરાનો પ્રવાસન ક્લસ્ટરમાં સમાવેશ થવાથી 'વિરાસત ભી, વિકાસ ભી'નો સંકલ્પ સિદ્ધ થશે.

Advertisement

ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને ઈકોનોમિક રિજીયન બનાવવા તેમજ જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અપગ્રેડેશનથી ગુજરાત વૈશ્વિક નકશા પર વધુ મજબૂત બનશે. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને પ્રાધાન્ય આપતું આ બજેટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પાયારૂપ બનશે.

Advertisement

Tags :
Advertisement

.

×