Operation Sindoor ને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા સેનાના વખાણ
ન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની બહાદુરી અને શૌર્યના વખાણ કર્યા છે, જેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરવામાં આવ્યા.
01:42 PM May 23, 2025 IST
|
Hardik Shah
Operation Sindoor : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની બહાદુરી અને શૌર્યના વખાણ કર્યા છે, જેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, આ ઓપરેશન ભારત પર થયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ છે, જેમાં ભારતીય સેનાએ 100 કિલોમીટર સુધી પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકી શિબિરો નષ્ટ કર્યા. અમિતભાઈ શાહે પાકિસ્તાનની સેના અને આતંકવાદ વચ્ચેના ગઠબંધનને ઉજાગર કરીને આકરી ટીકા કરી અને કહ્યું કે આ ઓપરેશન દ્વારા ભારતે વિશ્વ સમક્ષ પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપતા દાવાને ખોટા સાબિત કર્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેનાની ચોકસાઈ અને નિર્ણાયક શક્તિની પ્રશંસા કરી, જેનાથી 140 કરોડ ભારતીયો ગૌરવ અનુભવે છે.
Next Article