બંગાળમાં હવે ‘દીદી’ સામે મેદાનમાં ઉતરશે ‘દાદા’ ? અમિત શાહની સાથે ગાગુંલીની ડિનર પાર્ટી
ગૃહમંત્રી અમિત
શાહનો સૌરવ ગાંગુલીના ઘરે ડિનર કરવાનો કાર્યક્રમ લગભગ ફિક્સ હોવાનું માનવામાં આવે
છે. શાહ ગાંગુલીના ઘરે પહોંચ્યા તેના થોડા સમય પહેલા બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીએ
કહ્યું કે તેમણે ગૃહમંત્રીને ખાવા માટે શાકાહારી ભોજન તૈયાર કર્યું છે. ગાંગુલીએ
કહ્યું કે ગૃહમંત્રીએ તેમનું રાત્રિભોજન માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ
સાંજે સાથે ડિનર કરશે. ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ છે અને અમિત શાહના પુત્ર જય શાહ
બીસીસીઆઈના સચિવ છે. ગાંગુલીએ કહ્યું કે તે શાહને 2008થી ઓળખે છે.
ભાજપના સૂત્રોનું
કહેવું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવાના
હતા. પરંતુ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતા
તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય પાછળ રહી ગયો. તે સમયે ભાજપ ગાંગુલીને પાર્ટીનો
સીએમ ચહેરો બનાવવા પર વિચાર કરી રહી હતી. ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ
કેપ્ટન રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેઓ કોલકાતાના
પ્રિન્સ તરીકે પણ ઓળખાય છે. આવી સ્થિતિમાં ગાંગુલીને સાથે લઈને ભાજપ મમતા
બેનર્જીના કિલ્લામાં ઘૂસવા માંગે છે અને લોકસભા ચૂંટણીમાં પણ લીડ લેવા માંગે છે.
જણાવી દઈએ કે બંગાળમાં લોકસભાની 42 સીટો છે.
પશ્ચિમ બંગાળના
સીએમ મમતા બેનર્જીએ અમિત શાહની ગાંગુલીના ઘરે ડિનર પાર્ટી પર કટાક્ષ કર્યો છે.
તેમણે કહ્યું કે અમારી પાસે અમારા મહેમાનોનું દિલથી સ્વાગત કરવાની પરંપરા છે. હું
સૌરવ ગાંગુલીને કહેવા માંગુ છું કે શાહને મિષ્ટી દોઈ (મીઠી દહીં) ખવડાવવી જોઈએ.
મિષ્ટી દોઈ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી છે. જણાવી દઈએ કે સૌરવ
ગાંગુલીના ઘરે જતા પહેલા અમિત શાહ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં સંસ્કૃતિ
મંત્રાલય દ્વારા આયોજિત 'મુક્તિ-માત્રિકા' સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં સૌરવ ગાંગુલીની
પત્ની ડોના ગાંગુલી અને તેની ટીમ દીક્ષા મંજરીનું નૃત્ય પણ જોવા મળશે.