Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amitbhai Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરમાં તળાવનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરમાં તળાવનું લોકાર્પણ થયું.
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરમાં તળાવનું લોકાર્પણ થયું. અમિતભાઈ શાહે આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કર્યું, જેનું અઢી વર્ષ અગાઉ ભૂમિપૂજન કર્યું હતું. રૂપિયા 18 કરોડના ખર્ચે તળાવનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. પશુ-પક્ષીઓ માટે તળાવમાં ખાસ ટાપુ બનાવાયા. તળાવોને સજીવન અને ઇન્ટરલિંક કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. 162 ગામોનાં 1349 તળાવોને જોડવાની યોજના પણ બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 119 તળાવોનું જોડાણ કરાશે. આ સાથે ગ્રીન કવરેજ 8% થી વધારી 16% કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. ખેતી અને પશુધન માટે પાણીની ઉપલબ્ધતા વધશે.......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×