Tapi ના ઉચ્છલમાં ધારાસભ્યોના કાર્યાલયનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. Patil ના હસ્તે લોકાર્પણ
તાપીનાં ઉચ્છલમાં ધારાસભ્યોનાં કાર્યાલયનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
10:49 PM Apr 19, 2025 IST
|
Vishal Khamar
ગુજરાત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં ઉચ્છલ, સોનગઢ અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ઉચ્છલ ખાતે ધારાસભ્યના કાર્યલયનુ લોકાર્પણ અને જળ સંચયના કામોનો શુભારંભ કરાયો હતો.બાદમાં સોનગઢ ખાતે આવેલ બાલકૃષ્ણ ટેકસટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યારા ખાતે જિલ્લા ભાજપનું મધ્યસ્થ કાર્યલયના બાંધકામ માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. બાદમાં જાહેર સભાને સંબોધન કરાઈ હતી. જે કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલ હાજર રહ્યા હતા. જેમાં કાર્યકરોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં જળ સંચય અંગે સમજણ આપવામાં આવી હતી.
Next Article