Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં અધિક માસ નિમિત્તે વિશેષ સેવા કાર્ય, 500 મહિલાઓને નિઃશુલ્ક દ્વારકા યાત્રા કરાવી જુઓ VIDEO

Junagadh news: પવિત્ર પુરુષોત્તમ માસમાં દાન-પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર લીલીબેન ભીંભાએ અનોખી સેવા કરી છે. દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં મહિલાઓ ભક્તિભાવ પૂર્વક આ મહિનાની ઉજવણી કરતી હોય છે.
Advertisement

Junagadh news: પવિત્ર પુરુષોત્તમ માસમાં દાન-પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર લીલીબેન ભીંભાએ અનોખી સેવા કરી છે. દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં મહિલાઓ ભક્તિભાવ પૂર્વક આ મહિનાની ઉજવણી કરતી હોય છે. આ પવિત્ર અવસરે લીલીબેન ભીંભા અને તેમના પતિ કીરીટભાઈ ભીંભા દ્વારા વોર્ડની અંદાજિત 500 મહિલાઓને નિઃશુલ્ક દ્વારકા અને આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી. 11 જેટલી ખાનગી બસો દ્વારા મહિલાઓને યાત્રાએ રવાના કરવામાં આવી હતી. પ્રસ્થાન સમયે શહેર ભાજપ પ્રમુખ, મહાનગરપાલિકાના ચેરપર્સન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાએ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરી યાત્રાને શુભારંભ કરાવ્યો હતો. આ સેવાકીય કાર્યને લઈને સમગ્ર શહેરમાં ભારે સરાહના થઈ રહી છે.  જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×