ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા
Rain in Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેમાં હવામાન વિભાગે આજથી 8 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસવાની...
Advertisement
Rain in Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેમાં હવામાન વિભાગે આજથી 8 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડું રહેવાની અપેક્ષા છે.
Advertisement