ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહારાષ્ટ્રમાં ઉથલ પાથલ જારી, શિવસેનાના 35 ધારાસભ્યોના ગુવાહાટીમાં ધામા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી ગઇ છે. સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આજે કોઇ બેઠક નહી કરે. માત્ર નીતિન દેશમુખ એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે તેમની પાર્ટી હજું પણ મજબૂત છે. કેટલાક લોકો પાર્ટી છોડીને જતાં રહ્યા છે પણ અમારી પાસે લાખો શિવસેનાના કાર્યકર્તા છે. તે પૂરા àª
06:52 AM Jun 23, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી ગઇ છે. સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આજે કોઇ બેઠક નહી કરે. માત્ર નીતિન દેશમુખ એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે તેમની પાર્ટી હજું પણ મજબૂત છે. કેટલાક લોકો પાર્ટી છોડીને જતાં રહ્યા છે પણ અમારી પાસે લાખો શિવસેનાના કાર્યકર્તા છે. તે પૂરા àª
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી ગઇ છે. સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આજે કોઇ બેઠક નહી કરે. માત્ર નીતિન દેશમુખ એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. 
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે તેમની પાર્ટી હજું પણ મજબૂત છે. કેટલાક લોકો પાર્ટી છોડીને જતાં રહ્યા છે પણ અમારી પાસે લાખો શિવસેનાના કાર્યકર્તા છે. તે પૂરા સપોર્ટથી પાર્ટીની સાથે ઉભા છે. રાઉતે એમ પણ કહ્યું કે તે જલ્દી ખુલાસો કરશે કે આખરે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે કેમ ગયા અને પક્ષમાં કેમ બળવો થયો.
સંજય રાઉતે એવો પણ દાવો કર્યો કે તેમના સંપર્કમાં ગુવાહાટીમાં રહેલા 20 ધારાસભ્યો પણ છે. તેમણે કહ્યું કે શિવસેના મજબત છે. આ 20 ધારાસભ્યો જ્યારે મુંબઇ આવશે ત્યારે તો તેનો ખુલાસો કરશે. સંજય રાઉતે કહ્યું કે બાળા સાહેબના ભક્ત ઇડીના દબાણમાં પક્ષ નહીં છોડે.
બીજી તરફ એકનાથ શિંદે જૂથ પાસે 48 ધારાસભ્યો હોવાનો દાવો કરાયો છે. ગુવાહાટીમાં અત્યારે 41 ધારાસભ્યો હાજર છે અને બીજી તરફ ઉદ્ધવ પાસે હવે શિવસેનાના 16 ધારાસભ્યો જ રહ્યા છે. 
દરમીયાન, શરદ પવારની ધારાસભ્યો અને સાંસદો સાથે જે બેઠક થવાની હતી તેને સાંજે 5 વાગ્યા સુધી ટાળી દેવાઇ છે. 
અગાઉ રાજકીય ધમાસાણ વચ્ચે સવારે 10 વાગે સુરતથી સ્પેશ્યલ ફ્લાઇટ ગુવાહાટી પહોંચી હતી, જેમાં 9 લોકોને લવાયા હતા જેમાં 4 ધારાસભ્ય છે. 
Tags :
GujaratFirstMaharashtraMLAShivSena
Next Article