VADODARA : જેટકો ભરતીમાં ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપ
વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી વિજ કંપની જેટકોની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારો મોટી સંથખ્યામાં એકત્ર થઇને ધરણાં યોજી રહ્યા છે. ઉમેદવારોનો આરોપ છે કે, તેમના કરતા ઓછા માર્કસ સાથે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપી દેવામાં આવી છે.
Advertisement
VADODARA : વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી વિજ કંપની જેટકોની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારો મોટી સંથખ્યામાં એકત્ર થઇને ધરણાં યોજી રહ્યા છે. ઉમેદવારોનો આરોપ છે કે, તેમના કરતા ઓછા માર્કસ સાથે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપી દેવામાં આવી છે. જ્યારે વધારે માર્કસ લાવનારા ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે. જેને પગલે આજે ઉમેદવારો મોટી સંખ્યામાં કચેરી બહાર એકત્ર થયા છે. અને પોતાની સાથે નાશ્તો તથા ઓઢવાનું બેગમાં સાથે લઇને આવ્યા છે. જેથી આ લડત લાંબી ચાલશે તેવું હાલ લાગી રહ્યું છે.
Advertisement