Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વાઘોડામાં સોનાના દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી, બિહારના બે શખ્સ ઝડપાયા

વડોદરાના વાઘોડામાં સોનાના દાગીના ચમકાવવાના બહાને મહિલાઓને છેતરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ટાવર વિસ્તારમાં એક મહિલાની સોનાની બંગડી સાફ કરવાના નામે કેમિકલથી સોનું કાઢી લેવાયું હોવાનો આરોપ છે. મહિલાની સતર્કતાને કારણે વાઘોડા પોલીસે બિહારના બે શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગેંગ દ્વારા અગાઉ આચરાયેલી છેતરપિંડી અંગે પણ તપાસ શરૂ કરી છે.
vadodara   વાઘોડામાં સોનાના દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી  બિહારના બે શખ્સ ઝડપાયા
Advertisement

વડોદરા જિલ્લાના વાઘોડાના ટાવર વિસ્તારમાં સોનાના દાગીના ચમકાવવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. બે શખ્સોએ એક મહિલાની સોનાની બંગડી સાફ કરવાના નામે કેમિકલનો ઉપયોગ કરી તેમાંથી સોનું કાઢી લીધું હોવાનો આરોપ છે. મહિલાને શંકા જતાં તેમણે તાત્કાલિક વાઘોડા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ સોનાના અછોડામાંથી સોનું કાઢી લેવાની ઘટના બની હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×