Vadodara: સાંસદ હેમાંગ જોશી અને કમિશનરે 'ભજન ક્લબિંગ'માં જમાવ્યા રંગ, યુવાનો સાથે રમ્યા ગરબા, જુઓ Video
PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સંસ્કારી નગરીમાં હાલ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે, જેમાં યુવા વર્ગમાં અદભુત ક્રેઝ નજરે પડી રહ્યો છે. વડોદરાના ઐતિહાસિક કમાટીબાગ ખાતે આવેલા બેન્ડ સ્ટેન્ડ પર વડાપ્રધાનના સ્વાગત અને ઉત્સાહના ભાગરૂપે એક વિશેષ 'ભજન ક્લબિંગ' (Bhajan Clubbing) કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા અને આધુનિક કાર્યક્રમમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિશેષ ઉપસ્થિતિ રહીને ભજન અને લોકગીતોની રમઝટ માણી હતી તથા ઉત્સાહભેર જાતે ગરબે ઘૂમીને માહોલને વધુ રંગીન બનાવ્યો હતો. પરંપરાગત ભક્તિભાવ અને આધુનિક મ્યુઝિકના સંગમ સમાન આ ઇવેન્ટમાં શહેરની મોટી સંખ્યામાં યુથ અને જન-ઝેડ (Gen-Z) પેઢી ઉત્સાહભેર જોડાઈ હતી, જેણે વડાપ્રધાનના આગમનને વધાવવા માટે યુવાનોમાં રહેલા ભારે ક્રેઝને ઉજાગર કર્યો હતો. જુઓ વીડિયો...

