Vadodara: વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતા CM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના કામોની વડોદરાવાસીઓને ભેટ આપવામાં આવી હતી. તેમજ વડોદરા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના કામોની ભેટ વડોદરાવાસીઓને આપવામાં આવી હતી. વડોદરામાં વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજકેટની મુલાકાત લીધી હતી. મંગલપાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સીએમ સાથે ભાજપના તમામ હોદ્દેદાર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને હળવી ટકોર કરી હતી. અહીંયા બધા મોબાઈલમાં વ્યસ્ત છે. આપણે બાળકોને કેવી રીતે મોબાઈલમાંથી બહાર કાઢીશું. આપણે જ મોબાઈલમાંથી બહાર નીકળી શકતા નથી. સરકાર નિયમ બનાવશે તો પછી બધા ઊભા થઈ જશે. લોકો કહેશે અમારૂ હાર્ટ બંધ કરી દો એમ કેમ ચાલે.
Advertisement