વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રીની 95 ટકા કામગીરી પૂર્ણ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વામિત્રી નદીના પુનર્જનન પ્રોજેક્ટ હેઠળ 95 ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે, જેમાં નદીના ધોવાણને રોકવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અને મેયરે નદીની મુલાકાત લઈ પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
Advertisement
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વામિત્રી નદીના પુનર્જનન પ્રોજેક્ટ હેઠળ 95 ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે, જેમાં નદીના ધોવાણને રોકવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અને મેયરે નદીની મુલાકાત લઈ પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. અરૂણ મહેશે જણાવ્યું કે, નદીની પાણી વહન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જોકે ચોમાસામાં પૂર આવશે કે નહીં તે કુદરત પર નિર્ભર છે. તેમણે ઉમેર્યું કે, શહેરમાં બે મિલિયન વૃક્ષો વાવવાની યોજના છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ કામગીરીથી ચોમાસા દરમિયાન પૂરની સમસ્યામાં 30 થી 40 ટકા રાહત મળવાની આશા છે, જે શહેર માટે નોંધપાત્ર સફળતા સાબિત થશે.
Advertisement