Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : કાલાઘોડા બ્રિજ પર નશામાં ચૂર Thar ચાલકનો અકસ્માત, દિવાળી સ્ટ્રક્ચર જમીનદોસ્ત

સંસ્કારી નગરી વડોદરામાં બેફામ બનેલા નશાખોરોનો આતંક ફરી એકવાર રસ્તા પર જોવા મળ્યો છે, જ્યાં ગઈકાલે મોડી રાત્રે દારૂના નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે દોડતી થાર કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
Advertisement

સંસ્કારી નગરી વડોદરામાં બેફામ બનેલા નશાખોરોનો આતંક ફરી એકવાર રસ્તા પર જોવા મળ્યો છે, જ્યાં ગઈકાલે મોડી રાત્રે દારૂના નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે દોડતી થાર કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. શહેરના ધમધમતા કાલાઘોડા બ્રિજ પર પાલિકા તંત્ર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ખાસ તૈયાર કરવામાં આવેલા આકર્ષક ડેકોરેટિવ સ્ટ્રક્ચરમાં નશેડી ચાલકે પોતાની કાર ધડાકાભેર ઘુસાડી દેતાં આખું માળખું ક્ષણભરમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. અકસ્માત સર્જનારી કારની તપાસ દરમિયાન અંદરથી શંકાસ્પદ ખાલી ગ્લાસ મળી આવતાં ચાલક અને તેના સાથીદાર નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સયાજીગંજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બેફામ થાર ચાલક તેમજ તેમાં સવાર અન્ય એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×