Vadodara : મહાનગરોમાં એકલવાયા વૃદ્ધો અસલામત!, સમા વિસ્તારમાં દંપતી લૂંટાયું
વડોદરાના સમા વિસ્તારમાં મતદાનની માહિતી આપવાના બહાને ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને છરી બતાવી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને પોલીસે CCTVની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પૈસાની તંગીના કારણે લૂંટનો પ્લાન બનાવનાર મુખ્ય સૂત્રધાર મુદ્દસીર અહેમદ સહિત તેના બે સાથીદારો હાલ પોલીસ સકંજામાં છે, ત્યારે આ ઘટનાએ મહાનગરોમાં એકલવાયા રહેતા વૃદ્ધોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Advertisement
વડોદરાના સમા વિસ્તારમાં એકલવાયા રહેતા વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. મતદાનની માહિતી મેળવવાના બહાને ત્રણ શખ્સો એક વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા. આ શખ્સોએ છરી બતાવી દંપતીને ડરાવી, સોનાના દાગીના, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે CCTV ફૂટેજની મદદથી ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટનો મુખ્ય સૂત્રધાર મુદ્દસીર અહેમદ ઉર્ફે વાહિદ છે, જેની સાથે બલકારસિંહ અને બલવિંદર નામના શખ્સો સામેલ હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે આર્થિક તંગીના કારણે તેમણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
Advertisement


