Vadodara Fake Demolition : સુરત બાદ વડોદરામાં પણ સામે આવ્યું ભૂતિયા ડિમોલેશન
સુરત બાદ હવે વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં 'ભૂતિયા ડિમોલિશન'નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તંત્રની કોઈપણ મંજૂરી વગર ૨૫ વર્ષ જૂના 19 સરદાર આવાસ તોડી પાડવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.
Advertisement
વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં ગરીબોના આવાસ પર બુલડોઝર ફરી વળતા ચકચાર મચી ગઈ છે. આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ૧૯ મકાનો કોઈ પણ સત્તાવાર જાણકારી કે મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO), ગામના તલાટી અને સરપંચ પણ અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે.આ આવાસ યોજના 25 વર્ષ જૂની હતી, જેમાં વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે ઘણા મકાનો ખાલી હતા. સરકારી પડતર જમીન પર પ્લોટિંગ કરીને ફાળવવામાં આવેલા આ આવાસોને કોણે અને શા માટે તોડ્યા, તે મોટો પ્રશ્ન બની ગયો છે. લાભાર્થીઓએ આ સમગ્ર ઘટનાને 'નકલી ડિમોલિશન' ગણાવી તટસ્થ તપાસની માંગ કરી છે.

