Vadodara : ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત
Firing Incident in Vadodara : વડોદરાના પોઈચા ખાંડી ગામે ભાજપ કિસાન મોરચાના જિલ્લા ઉપપ્રમુખ છગનભાઈ પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 5થી વધુ શખ્સોના ટોળા સાથે પોતાની બહેનને શોધવા આવેલા નિમેશભાઈ બારીયા નામના યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Advertisement
Firing Incident in Vadodara : વડોદરાના પોઈચા ખાંડી ગામે ભાજપ કિસાન મોરચાના જિલ્લા ઉપપ્રમુખ છગનભાઈ પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 5થી વધુ શખ્સોના ટોળા સાથે પોતાની બહેનને શોધવા આવેલા નિમેશભાઈ બારીયા નામના યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, બોલાચાલી દરમિયાન છગન પટેલે પ્રથમ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ઈકો કારને નિશાન બનાવી બીજું રાઉન્ડ ફાયરિંગ કરતા કારનો કાચ તૂટી ગયો હતો, જેમાં નિમેશભાઈને ડાબા ખભાના ભાગે ગોળી વાગતા તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર મામલે પોલીસે તત્કાલીન કાર્યવાહી કરી છગન પટેલ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ (કલમ 307) હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Advertisement


