Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ

વડોદરા શહેરમાં (Vadodara) છેલ્લા કેટલાય સમયથી રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે જેમાં રફ્તારના રાક્ષકો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર આવો જ બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં મોડી રાત્રે એક નશાખોર લક્ઝરી કાર ચાલકે ઓવરસ્પીડમાં વાહન હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા.
Advertisement
  • વડોદરાના (Vadodara) સમા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ
  • નશામાં ધુત લક્ઝરી કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા
  • આર્મી જવાન સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા
  • ઓવરસ્પીડમાં કાર હંકારીને ચાલકે લોકોને અડફેટે લીધા
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી

વડોદરા શહેરમાં (Vadodara) છેલ્લા કેટલાય સમયથી રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે જેમાં રફ્તારના રાક્ષકો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર આવો જ બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં મોડી રાત્રે એક નશાખોર લક્ઝરી કાર ચાલકે ઓવરસ્પીડમાં વાહન હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં આર્મી જવાન સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય કેટલાકને પણ ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ફરાર કાર ચાલકની શોધખોળ માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×