Vadodara ના ખોડિયારનગરમાં આરોગ્ય સાથે ચેડાં! મિશા એન્ટરપ્રાઇઝમાં લુઝ તેલનું કૌભાંડ ઝડપાયું
- વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા
- ખોડિયારનગરમાં બેરોકટોક લુઝ તેલનો વેપલો!
- મિશા એન્ટરપ્રાઇઝમાં મોટા પ્રમાણમાં લુઝ તેલ મળ્યું
- લુઝ ઓઈલ એટલે ખુલ્લું તેલ અથવા બિન-પેક્ડ તેલ
- વાપરેલા તેલના ડબ્બામાં ભરી થઈ રહ્યું છે વેચાણ
- પામોલીન અને સોયાબીન તેલનું થઈ રહ્યું છે વેચાણ
- ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને લુઝ તેલ સપ્લાય
- દુકાનદારો દ્વારા કંડલાથી મંગાવવામાં આવે છે લુઝ તેલ
- આખા વડોદરામાં વેપલો થઈ રહ્યો હોવાનો દુકાનદારનો ખુલાસો
- ફુડ વિભાગ દ્વારા તેલના નમુના લઈ તપાસ માટે મોકલાયા
Vadodara : વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 'મિશા એન્ટરપ્રાઇઝ' નામની પેઢીમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લુઝ (બિન-પેક્ડ) તેલનો જથ્થો મળી આવ્યો છે.
પામોલીન અને સોયાબીન તેલનું થઈ રહ્યું છે વેચાણ
તપાસમાં બહાર આવ્યું છે કે અહીં કંડલાથી મંગાવવામાં આવતું ખુલ્લું પામોલીન અને સોયાબીન તેલ વાપરેલા જૂના ડબ્બાઓમાં ભરીને ગેરકાયદેસર રીતે વેચવામાં આવતું હતું. આ તેલનો જથ્થો ખાસ કરીને ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને સપ્લાય કરવામાં આવતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં દુકાનદારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે માત્ર અહીં જ નહીં પરંતુ સમગ્ર વડોદરામાં આ પ્રકારે ખુલ્લા તેલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેના પગલે હાલ ફૂડ વિભાગે તેલના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Vadodara : ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીનો અકસ્માત, ચાલક નશામાં હોવાનો આરોપ