Vadodara : વાઘોડિયાના ગોરજ પંથકમાં દીપડાની દહેશત! ગ્રામજનોમાં ફફડાટ, પાંજરે પૂરવા વનવિભાગને રજૂઆત
Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના સતત વિચરણને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોરજ ગામમાં દીપડાના આંટાફેરા વધતા ખેડૂતો અને પશુપાલકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. બે દિવસ પૂર્વે જ ગામની પ્રાથમિક શાળાની પાછળ દીપડો દેખાતા વાલીઓ અને બાળકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ગોરજ ગ્રામ પંચાયતના સરપંચે વનવિભાગને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, જનહિત અને પશુધનની સુરક્ષા માટે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું મૂકીને ભય ફેલાવતા દીપડાને પાંજરે પૂરવામાં આવે. હાલમાં ખેતરોમાં કામ કરતા શ્રમિકો અને રાત્રિના સમયે પશુઓની માવજત કરતા પશુપાલકોમાં દીપડાના આતંકને કારણે ફાળ પડી છે, જેના પગલે વનવિભાગ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.


