Vadodara માંજલપુરનાં MLA Yogesh Patel નું નિધન
જણાવી દઈએ કે યોગેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
Advertisement
વડોદરાથી દુ:ખદ સમાચાર આવ્યા છે. માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન થયું છે. જણાવી દઈએ કે યોગેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર વડોદરા અને બીજેપી અને ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. યોગેશભાઈ પટેલ વડોદરાના રાજકારણનું એક ખૂબ જ જાણીતું નામ હતા. તેઓ સતત પોતાના મતવિસ્તારની જનતા સાથે જોડાયેલા રહેતા હતા અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમની છબી એક અનુભવી નેતા તરીકે હતી, જેમના કામ અને વાણીનો પ્રભાવ વડોદરાના લોકોમાં વિશેષ હતો. તેઓ માંજલપુર બેઠક પર 2012, 2017, 2022માં વિધાનસભા ચૂંટણી જીત્યા........જુઓ અહેવાલ......
Advertisement


